આજરોજ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદમાં ઇકો ક્લબ ની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ ડી.પી. કરમટા દ્વારા એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં સર્પ વિદ અને પર્યાવરણ પ્રેમી પનારા સાહેબના માર્ગદર્શનમાં ઝેરી અને બિનઝેરી સાપ ની ઓળખ અને સાવચેતી કેમ રાખવી તે અંગેનો વાર્તાલાપ યોજાયો હતો.જેમાં શાળાની તમામ વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી. પનારા સાહેબ દ્વારા આ અંગે ખુબજ ઉંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું.
સાથે સાપ અંગેની માન્યતા અને હકીકત અંગે સરસ પ્રશ્નોતરી કરી જવાબ આપ્યા હતા.અહી એ વાત ઉલ્લેખનીય છે કે પનારા સાહેબ અત્યાર સુધીમાં આશરે 2000 જેટલા સાપ ને સુરક્ષિત રીતે પકડી ને ફરી કુદરતના ખોળે મૂક્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્યશ્રી જ્યોતિબેન રૂપાપરા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.
અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ