માળિયા હાટીના તાલુકાના ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખોરાસા ગામમાં શ્રી જવાહર હાઇસ્કુલ માં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને નારી સશક્તિકરણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ ત્રણ નંબર પર આવેલા સ્પર્ધકોને તાલુકા હેલ્થ ઓફિસ માળીયા હાટીના દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા તેમ જ તમામ સ્પર્ધકોને ગીતાજી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ટીબી અધિકારી શ્રી ચંદ્રેશ વ્યાસ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભા મેડમ અને આગાખાન સંસ્થા માંથી પાર્થિવભાઈએ હાજરી આપી બાળકોને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું.
તેમ જ માળિયા હાટીના તાલુકાની આરબીએસકે ટીમ દ્વારા નાટકના સ્વરૂપમાં એનિનિયા મુક્ત ભારત અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે શાળાની તમામ વિદ્યાર્થીનીઓનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસા ના ફિમેલ હેલ્થ વર્કર દ્વારા હિમોગ્લોબીન ટેસ્ટ કરી ઓછા હિમોગ્લોબિન વાળી વિદ્યાર્થીનીઓને જરૂરી વિટામિનની ગોળીઓ આપી જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ બાળકોને તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશભાઈ કછોટ દ્વારા વાહક જન્ય અને પાણીજન્ય રોગચાળા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરસાના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર કમાણી સાહેબ અને તેની ટીમ તેમજ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ઝાલા સાહેબે ખુબ જ સાથ અને સહકાર પૂરો પાડ્યો હતો.
અહેવાલ : ભાવિન ઠકરાર (માળીયા હાટીના)
previous post