News Updates
NATIONAL

ઉત્તરાખંડમાં આફતનો વરસાદ:ભૂસ્ખલન થવાથી બે બાળકોનાં મોત, હોટલ ધરાશાયી; 165નો બચાવ; જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ, અમરનાથ યાત્રા સ્થગિત

Spread the love

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રામપુરમાં પહાડો પરથી પથ્થરો પડવાને કારણે એક હોટલ ધરાશાયી થઈ હતી. રુદ્રપ્રયાગના ઉત્તરકાશીમાં રોડનો એક ભાગ તૂટી પડ્યો.

બીજી તરફ પૌડી ગઢવાલના માલન પુલ પાસે નદીમાં 15 લોકો ફસાયા છે. જેમને SDRFની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હલ્દ્વાનીમાં 3 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો.

કાઠગોદામના કલસીયામાં ફસાયેલાં 150 લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. ગૌલા નદીમાં ગાબડું પડતાં બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. બીજી તરફ કલસીયા નાળામાંથી મકાનોને ભારે નુકસાન થયું છે, અત્યાર સુધીમાં બે મકાનોને નુકસાન થયું હોવાનું કહેવાય છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે અમરનાથ યાત્રા રોકવી પડી હતી. લોકોને નેશનલ હાઈવે-44 પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ રાજ્યોમાં ભારે વરસાદ થશેઃ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ.

આ રાજ્યોમાં વરસાદ નથી: ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ.


Spread the love

Related posts

ચિત્રકૂટના ધોધમાં 90 ફૂટની ઊંચાઈએથી છોકરીએ કૂદકો માર્યો:માતા-પિતાએ મોબાઈલ આપવાની ના પાડી તો આપઘાતનો પ્રયાસ કર્યો, તરીને બહાર આવી ગઈ

Team News Updates

મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ મહાકાલી મંદિરનું:611 વર્ષ પ્રાચીન મંદિર ગાંધીનગરના અંબોડમાં,અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે નવીકરણ કરવામાં આવ્યું

Team News Updates

PM મોદીનું સંબોધન:કહ્યું- ‘ગરીબ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો… મારા માટે આ સૌથી મોટી જાતિ છે’, તેમને મજબૂત કરીને ભારતને વિકસિત બનાવીશું

Team News Updates