News Updates
AHMEDABAD

વેપારીને પૈસા ન આપી છેતરપિંડી આચરી:અમદાવાદમાં બિલ્ડિંગ મટિરિયલનો માલ ખરીદીને 8.61 લાખ નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Spread the love

અમદાવાદમાં બિલ્ડિંગ બાંધકામ મટિરિયલનો ધંધો કરનાર વેપારી સાથે 8.60 લાખ રૂપિયા નહીં આપીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઓર્ડર વોટસએપ મારફતે મોકલી આપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે યોગેશ પટેલ બિલ્ડિંગ બાંધકામમાં ઉપયોગમા લેવામાં આવતા મટિરિયલ્સનો વેપાર-ધંધો કરે છે. રોજ કૃતિ પાવર પ્રોજેકટ કંપનીમાંથી તેમની ઉપર ફોન આવ્યો હતો. આ ફોનમાં તેમને કહેવામાં આવ્યું હતું કે, અમારે ટાટા બોકસ મટિરિયલ્સની જરુર છે. જેથી આ બાબતે અંદરોઅંદર માલની ડીલ નક્કી થયેલ અને કંપનીમાંથી પરચેઝ ઓર્ડર યોગેશ પટેલને વોટસએપ મારફતે મોકલી આપ્યો હતો.

બાકીના પૈસા આપી દેવા વિશ્વાસ આપ્યો
સામે વાળાએ યોગેશ પટેલને કુલ 85.15 લાખનો ઓર્ડર આપ્યો હતો. જેથી યોગેશ પટેલે આગળથી માલ મંગાવી તેઓને તેમની સાણંદ ખાતે આવેલ સાઇટ ખાતે મોકલી આપ્યો હતો. આ કંપની તરફથી તેમને ટુકડે ટુકડે કરી 76.26 તથા બેંક કમિશન 27,095 એમ મળી કુલ 76.53 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ યોગેશ પટેલે આ કૃતિ પાવર પ્રોજેકટ કંપનીને માલના 11 ઈનવોઈસ મોકલી આપ્યા હતાં. જેમાં 8.61 લાખ રૂપિયા લેવાના નિકળતા હોવાથી યોગેશ પટેલે માંગણી કરતા આપી દઈશું, તેવુ કહી વિશ્વાસ આપ્યો હતો અને ગેરેંટ તરીકે બેંકની એલ.સી આપી હતી.

પૈસા પરત નહીં કરતા પોલીસ ફરિયાદ
જેથી યોગેશ પટેલે તેઓની બેંકને વાત કરતા બેંક તરફથી કહેવામાં આવ્યું કે, આ કૃતિ પાવર પ્રોજેકટ કંપનીનો એન.ઓ.સી લેટર આવેલ નથી અથવા તો લેતા આવો. જેથી યોગેશ પટેલે એન.ઓ.સી. લેવા જતા તેમને એન.ઓ.સી આપેલ નહીં અને અમે તમારા પૈસા આપી દઈશું તેવું કહી અમોને વિશ્વાસ આપ્યો હતો. વારંવાર કહેવા છતા માલના કાયદેસરના લેવાના નિકળતા નાણા કૃતિ પાવરના પ્રોજેકટ પ્રા.લી કંપનીના ડાયરેકટર અમોલ વ્રજલાલ ઠક્કર તથા નયન પટેલ તથા પુજા હમીરભાઈ કાંમબરીયા નાઓને કહેતા આપી દઈશું. અમે કયાંય જતા રહેવાના નથી તેવું કહી ફરીથી વિશ્વાસ આપેલ અને આજદીન સુધી પૈસા પરત કરેલ નથી. તેમજ બેંકની એલ.સી આપેલ હોય, પરંતુ એન.ઓ.સી પણ આપતા ના હોય જેથી આ કૃતિ પાવર કંપનીના ડિરેકટરોએ પૈસા પરત નહીં કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ યોગેશ પટેલે નોંધાવી છે.


Spread the love

Related posts

પ્રજાના પૈસા ભાજપનું માર્કેટિંગ:અમદાવાદમાં ભારત સંકલ્પ યાત્રા પાઠળ રોજના છ લાખનો ખર્ચ, સરકારી શાળાના વિદ્યાર્થીઓને હાજર રખવા આદેશ

Team News Updates

ભગવાનનાં એકસાથે 50,000 લોકો દર્શન કરી શકે એવું વિશાળ મંદિર પરિસર બનશે, ભક્તોના રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે

Team News Updates

રિપલ પંચાલના જામીન મંજૂર સાત વાહનોને અડફેટ લેનાર:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીને 15 હજારના જાત મુચરકા શરતી જામીન આપ્યા, પોલીસ આરોપીનું લાઇસન્સ રદ્દ કરશે

Team News Updates