News Updates
BUSINESS

16 ઓક્ટોબરે ખુલનારા NFO દ્વારા કમાણી કરવાની તક ! માત્ર 500 રુપિયાથી પણ કરી શકાશે રોકાણ

Spread the love

Mutual Fund કંપનીના જણાવ્યા અનુસાર જે લોકો લાંબા ગાળામાં મૂડીમાં વધારો કરવા માગે છે. તેમના માટે આ ફંડ સારો વિકલ્પ છે. તેમાં સ્મોલ કેપ શેર્સમાં રોકાણ કરવામાં આવશે. સ્મોલ કેપ શેરએ લાંબા ગાળે સારું વળતર આપવાની ક્ષમતા દર્શાવી છે. ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરવાનો વિકલ્પ હશે. રોકાણ કરવામાં માટે આ સારી તક છે.

એસેટ મેનેજમેન્ટ કંપની Quantum Mutual Fund એ ઇક્વિટી સેગમેન્ટમાં નવું સ્મોલ કેપ ફંડ (NFO) લોન્ચ કર્યું છે. ફંડ હાઉસના NFO Quantum Small Cap Fund નું સબસ્ક્રિપ્શન 16 ઓક્ટોબરથી ખુલી રહ્યું છે. રોકાણકારો આ યોજના માટે 27 ઓક્ટોબર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. ફંડ હાઉસના જણાવ્યા અનુસાર તે એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. જે Small Cap શેર્સમાં રોકાણ કરે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય લાંબા ગાળે વધુ સંપત્તિ એકઠી થઇ શકે તેવો છે.

Small Cap સેગમેન્ટમાં તેજીને લઈને રોકાણકારોના મનમાં શંકાઓ ઉભી થઈ રહી છે. આવા વાતાવરણ વચ્ચે Quantum Mutual Fund એ સ્મોલ કેપ ફંડનો NFO લોન્ચ કર્યો છે. એસેટ મેનેજમેન્ટ કંપનીની દલીલ છે કે Small Cap કંપનીઓમાં હજુ પણ રોકાણની તકો છે. જોકે કંપનીનો દાવો છે કે સ્ટોકની પસંદગીમાં ઘણી કડક શરતો છે. જેથી રોકાણકારોની મૂડી સુરક્ષિત રહે. શેરની તરલતા, કંપનીનું સંચાલન, રોકડ પ્રવાહ વગેરે જેવી બાબતો મહત્વની રહેશે.

500 રુપિયાથી પણ રોકાણ કરી શકાય

Quantum Mutual Fund મુજબ તમે Quantum Small Cap ફંડમાં ઓછામાં ઓછા 500 રુપિયા અને પછી રૂ 1 ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. આ યોજનાના ફંડ મેનેજર ચિરાગ મહેતા, મુખ્ય રોકાણ અધિકારી અને અભિલાષા સાતલે છે. BSE સ્મોલ કેપ ટોટલ રિટર્ન ઈન્ડેક્સ (S&P BSE 250 Small Cap TRI) આ ફંડનું બેન્ચમાર્ક હશે.

કોણ રોકાણ કરી શકે ?

Mutual Fund કંપનીના જણાવ્યા અનુસાર જે લોકો લાંબા ગાળામાં મૂડીમાં વધારો કરવા માગે છે. તેમના માટે આ ફંડ સારો વિકલ્પ છે. તેમાં સ્મોલ કેપ શેર્સમાં રોકાણ કરવામાં આવશે. સ્મોલ કેપ શેરએ લાંબા ગાળે સારું વળતર આપવાની ક્ષમતા દર્શાવી છે. ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરવાનો વિકલ્પ હશે.

Mutual Fund કંપનીના જણાવ્યા અનુસાર આ ફંડમાં કોઈપણ શેરમાં હોલ્ડિંગ ન્યૂનતમ 2 ટકા અને મહત્તમ 4 ટકા હશે. ફંડનો 65-100 ટકા Small Cap કંપનીઓમાં રોકાણ કરવામાં આવશે. કોર્પોરેટ ગવર્નન્સ, કેશ ફ્લો અને લિક્વિડિટી પર ફોકસ રહેશે. 945 શેરમાંથી 25-60 શેર પસંદ કરવામાં આવશે અને તેમાં જ રોકાણ કરવામાં આવશે.


Spread the love

Related posts

ખેડૂત ગુલાબની ખેતી કરીને ધનવાન બન્યો, ખર્ચ કરતાં પાંચ ગણી કમાણી

Team News Updates

ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર છ દિવસમાં 46663 કરોડનો વધારો થયો

Team News Updates

મારુતિની નવી કાર ‘ Invicto​​​​​​​’ લોન્ચ થશે:મારુતિની સૌથી મોંઘી આ કાર ભારતમાં 5 જુલાઈએ લોન્ચ થશે, અંદાજિત કિંમત 18.55 લાખ

Team News Updates