News Updates
RAJKOT

ગીગા ભમ્મરની ટિપ્પણી સામે રોષ:રાજકોટમાં ચારણ-ગઢવી સમાજે રેલી કાઢી કલેક્ટર-કમિશનરને રજૂઆત કરી; ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ

Spread the love

તાજેતરમાં ભાવનગરના તળાજામાં યોજાયેલા આહીર સમાજના સમૂહ લગ્નમાં આહીર અગ્રણી ગીગા ભમ્મર દ્વારા ચારણ-ગઢવી સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં ચારણ અને ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજકોટનાં બહુમાળી ચોક ખાતે સમસ્ત ચારણ-ગઢવી સમાજ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. તેમજ સમાજના આગેવાનોએ રેલી યોજી કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં ગીગા ભમ્મર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.

રાજકોટનાં ચારણ-ગઢવી સમાજના આગેવાનો એકત્ર થયાં
શહેર ભાજપનાં કારોબારી સભ્ય અને ચારણ-ગઢવી સમાજના અગ્રણી મનોજ પાલીયાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તળાજામાં સમૂહ લગ્ન દરમિયાન આહીર સમાજના કહેવાતા અગ્રણીએ ચારણ સમાજ અને અમારા માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. ઉજળી આઈ પરંપરાનાં અમે વાહક છીએ. તેમના વિશે ઘસાતું બોલનારને પરંપરાનો કોઈ ખ્યાલ ન હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કરેલા આ હીન પ્રયાસ બદલ આજે રાજકોટનાં ચારણ-ગઢવી સમાજના આગેવાનો એકત્ર થયા છે. અમારા સમાજની લાગણી દુભાવવા બદલ આ વ્યક્તિ સામે કાયદાની જોગવાઈ મુજબ કડક પગલાંઓ લેવાની માગ કરવામાં આવી છે.

દેવી વિરુદ્ધ અશોભનીય ટીપ્પણી કરવામાં આવી
આહીર સમાજના આગેવાન અશોક ગઢવીએ આ તકે જણાવ્યું હતું કે, તળાજા ખાતે 14 ફેબ્રુઆરીનાં રોજ દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત 8માં સમૂહ લગ્ન દરમિયાન ગીગાભાઈ ભમ્મર દ્વારા ચારણ સમાજ અને અઢારેય વરણનાં દેવી સોનલમાં વિરુદ્ધ અશોભનીય ટીપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં પણ સમસ્ત ચારણ-ગઢવી સમાજના આગેવાનો એકઠા થયા છે. અમારી આ લડાઈ કોઈ જ્ઞાતિ સાથેની નહીં આવું નિવેદન કરનાર વ્યક્તિ સામે છે. આ માટે આજે જવાબદાર વ્યક્તિ સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. તેમજ આવુ બીજી વખત ન બને તેવી દાખલા રૂપ કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી
આહીર સમાજની રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગીગા ભમ્મરે ગઢવી ચારણ સમુદાયને નીશાન બનાવી અપમાન જનક ટીપ્પણી કરી હતી. જેમ વિવિધ સમુદાય વચ્ચે દેસ અને મતભેદ ઉશ્કેરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે આવા નિવેદનો ગઢવી સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડતા નથી, પરંતુ આપણા સમાજના સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતી માટે પણ ખતરો ઉભો કરે છે. ગીગા ભમ્મરની આ ક્રીયા ભારતીય દંડ સહિતાની કલમ 295/Aના સ્પષ્ટ ઉલ્લંધનમાં છે. જે ધાર્મીક અથવા સમુદાયની લાગણીને ઉશ્કેરવાના હેતુથી ઈરાદા પૂર્વક કરવામાં આવી હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.


Spread the love

Related posts

મેકરફેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિ.ના 3 પ્રોજેક્ટ:ફિઝિક્સ ભવનનાં 3 સંશોધકે ઓછા પાણીથી ખેતીનું ફર્ટિલાઇઝર, ઔદ્યોગીકરણથી દૂષિત પાણીને શુદ્ધ કરતું કાપડ બનાવ્યું

Team News Updates

સસરા માથે જમાઈએ કાર ચડાવ્યાના CCTV:રાજકોટમાં દીકરા-દીકરીને પરત લઈ જવા જમાઈએ સાસરિયામાં આવી ધમાલ મચાવી, સસરા પર કાર ચલાવી જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Team News Updates

12 વર્ષની સાળી ઉપર જીજાએ નજર બગાડી,સાળાને જાણ થતા બનેવી સામે ફરિયાદ નોંધાવી, બીભત્સ માંગણીઓ કરી;બહેનનું લગ્નજીવન ટકાવવા સગીરાએ…!

Team News Updates