News Updates
INTERNATIONAL

રશિયાની 67 વર્ષની ગર્લફ્રેન્ડ માટે પાંચમી વાર ઘોડે ચડશે 92 વર્ષના દાદા

Spread the love

92 વર્ષના મીડિયા મુઘલે તેમની 67 વર્ષીય ગર્લફ્રેન્ડ એલેના ઝુકોવા સાથે સગાઈ કરી છે. તેઓ પાંચમી વાર લગ્ન કરશે. 67 વર્ષની એલેના ઝુકોવા મૂળ રશિયાના મોસ્કોની છે. તે મોલેક્યુલર બાયોલોજીસ્ટ રહી ચૂકી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રુપર્ટ મર્ડોકે તેની ગર્લફ્રેન્ડ એલેના ઝુકોવા સાથે સગાઈ કરી લીધી છે. 92 વર્ષીય રુપર્ટ મર્ડોક, તેમની રશિયન ગર્લ ફ્રેન્ડ સાથે પાંચમી વખત  લગ્ન કરવા જઈ રહ્યા છે. રૂપર્ટ તેમના લગ્ન કેલિફોર્નિયામાં આવેલા મોરેગા ખાતેના વાઇનયાર્ડ અને એસ્ટેટ ખાતે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપર્ટ મર્ડોક ફોક્સ એન્ડ ન્યૂઝ કોર્પના ચેરમેન પદેથી રાજીનામું આપ્યાના થોડા મહિના બાદ જ તેમણે, તેમની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે.

રુપર્ટની ગર્લફ્રેન્ડ એલેના કોણ છે?

67 વર્ષીય એલેના ઝુકોવા રશિયાના મોસ્કોની છે. તે મોલેક્યુલર બાયોલોજીસ્ટ રહી ચૂકી છે. એલેનાએ ગયા વર્ષે રુપર્ટ મર્ડોકને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને રુપર્ટ મર્ડોક અને એલેના ઝુકોવાની મુલાકાત રુપર્ટ મર્ડોકની ત્રીજી પત્ની વેન્ડી ડેંગ દ્વારા થઈ હતી.

રૂપર્ટ મર્ડોકે કોની સાથે લગ્ન કર્યા છે?

રુપર્ટના ચોથા લગ્ન અભિનેત્રી અને મોડલ જેરી હોલ સાથે થયા હતા. 6 વર્ષ પછી એટલે કે 2022માં બંનેના છૂટાછેડા થઈ ગયા. તેમની અન્ય ભૂતપૂર્વ પત્નીઓ ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર, સ્કોટિશ જન્મેલી પત્રકાર અન્ના માન, મિસ ડેંગ અને અમેરિકન મોડલ તેમજ અભિનેત્રી જેરી હોલ સાથે લગ્ન કરેલા હતા.

રુપર્ટ મર્ડોકની કારકિર્દી

રુપર્ટ મર્ડોકે 1950ના દાયકામાં ઓસ્ટ્રેલિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મીડિયામાં સૌથી પ્રભાવશાળી, સફળ અને વિવાદાસ્પદ વ્યક્તિઓમાંના એક છે. મર્ડોકને 1952માં તેમના પિતા પાસેથી એક ટેબ્લોઈડ ઓસ્ટ્રેલિયન અખબાર વારસામાં મળ્યું હતું. જેનો તેમણે ઝડપથી એ એખબારનો ફેલાવો વધાર્યો કર્યો અને ટેલિવિઝન ક્ષેત્રે પ્રવેશ કર્યો. મર્ડોકે 1960ના દાયકામાં યુકેના મીડિયા બજારમાં પ્રવેશ કર્યો, ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ અને ધ સન જેવા મોટા અખબારો રુપર્ટ મર્ડોકે ખરીદ્યા અને તેમને સનસનાટીભર્યા ટેબ્લોઇડ્સ ફેરવી નાખ્યાં. અમેરિકન મીડિયામાં તેમના વિસ્તરણને સરળ બનાવવા માટે મર્ડોક 1985 માં યુએસ નાગરિક બન્યા હતા.

2011 વિવાદ

2011 માં, એક એવા સમાચાર સામે આવ્યા હતા કે, ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ દ્વારા, રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને ગુનાનો ભોગ બનેલા લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા. આ કૌભાંડને કારણે ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ અખબાર બંધ થઈ ગયું અને મર્ડોકની પ્રતિષ્ઠા કલંકિત થઈ.

મર્ડોકના આઉટલેટ્સ, ખાસ કરીને ફોક્સ ન્યૂઝ, પર ભારે પક્ષપાતી રિપોર્ટિંગ, રૂઢિચુસ્ત દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા અને ઘણીવાર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. ગયા વર્ષે, રુપર્ટ મર્ડોકે તેમની કંપનીની તમામ બાગડોર તેમના પુત્ર લચલાનને સોંપી દીધી હતી અને બાદમાં ફોક્સ અને ન્યૂઝ કોર્પ બંનેના માનદ અધ્યક્ષ તરીકેની ભૂમિકા સંભાળી હતી.


Spread the love

Related posts

યુટ્યુબના ભૂતપૂર્વ CEOના પુત્રનું રહસ્યમય મોત:યુનિવર્સિટી હોસ્ટેલમાંથી લાશ મળી; પરિવાર સાથે સમય વિતાવવા માટે સુઝને સીઈઓનું પદ છોડ્યું હતું

Team News Updates

ઈરાને ઓમાનની ખાડીમાં કોમર્શિયલ જહાજ જપ્ત કર્યું:તેલની દાણચોરીની શંકા; US નેવીનો દાવો- ઈરાનના હુમલાથી 2 ટેન્કરને બચાવ્યા

Team News Updates

CBSE ધો. 10-12 બોર્ડનું પરિણામ જાહેર:10 બોર્ડમાં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા, 12th બોર્ડમાં છોકરીઓએ બાજી મારી; 87.33% પરિણામ

Team News Updates