News Updates
BUSINESS

અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 1,000 મેગાવોટનું વીજ ઉત્પાદન કાર્યરત કર્યું, 2030 સુધીમાં 45,000 મેગાવોટનું લક્ષ્ય

Spread the love

ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9,478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટના નિર્ધારિત લક્ષ્ય તરફના તેના પ્રયાણમાં આગળ વધી રહી છે.

અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા ખાતે કામગીરી આરંભ્યાના 12 મહિનાથી ઓછા સમયમાં 1,000 મેગાવોટનો પુરવઠો પૂરો પાડ્યો છે. જેમાં આશરે 2.4 મિલિયન સોલાર મોડ્યુલ ઈન્સ્ટોલ કરવાનું કાર્ય સામેલ છે. આ ઝડપી ગતિવિધી 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઈંધણ પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાના ભારતના ધ્યેય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ખાવડામાં સ્થાપવામાં આવેલ બાઈ-ફેસિયલ સોલાર મોડ્યુલ

દુનિયાનો સૌથી વિશાળ 30 GWની ક્ષમતાનો રીન્યુએબલ એનર્જી પ્લાન્ટ કચ્છના ખાવડાની 538 ચોરસ કિલોમીટરની ઉજ્જડ જમીનમાં પથરાયેલો છે, જે પેરિસના કદ કરતાં પાંચ ગણો છે. આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે 15,200થી વધુ હરીત રોજગારનું સર્જન કરશે.

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(ANIL)ની તકનીકી નિપુણતા અને અદાણી ઈન્ફ્રાની પ્રકલ્પના સુચારુ અમલવારીની શ્રેષ્ઠતા, મજબૂત સપ્લાય ચેઈનનો લાભ ઉઠાવીને જેસલમેર ખાતે વિશ્વનું સૌથી મોટું અને ભારતનું સર્વ પ્રથમ પવન-સૌર હાઈબ્રિડ ક્લસ્ટરનું નિર્માણ અને તેનું સફળ સંચાલન કરવાની પ્રતિકૃતિ કરવા અદાણી ગ્રીન એનર્જી સજ્જ છે.

ખાવડા ખાતે ટકાઉ અયામોને એકીકૃત કરવા માટે અભિનવ ઉકેલો તૈનાત કરવામાં આવી રહ્યા છે. કંપનીએ ઉર્જા ઉત્પાદનમાં વધારો કરવા અને વેરાન કચ્છ પ્રદેશમાં પાણીના સંચયમાં મદદ કરવાના ધ્યેય સાથે સોલાર પેનલ ઉપર ધૂળના જમાવડાના પ્રશ્નના નિરાકરણ માટે સમગ્ર સૌર ક્ષમતા માટે પાણી રહિત સફાઈ કરવા માટે રોબોટ્સ તૈનાત કરવા સંકલ્પબધ્ધ છે. જે અદાણી ગ્રીન એનર્જી લિ.ના જળ તટસ્થતાના લક્ષ્યોને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક 6 સાથે તાલ મિલાવવા સક્ષમ બનાવશે. કંપનીના ટકાઉ પ્રગતિ અને ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા અને આ સરહદી પ્રદેશમાં સામાજિક અને કુદરતી સંપત્તિને વધારવાના અટલ સંકલ્પનો ખાવડા ખાતેનો આ પ્રકલ્પ પુરાવો છે.


Spread the love

Related posts

ઈ-કોમર્સ કંપની મીશોએ 251 કર્મચારીઓની છટણી કરી:ફાઈનાન્શિયલ હેલ્થ સુધારવા અને ખર્ચમાં કાપ મૂકવાનો નિર્ણય

Team News Updates

VISTARA:સરકારે રિપોર્ટ માંગ્યો, એક અઠવાડિયામાં 110થી વધુ ફ્લાઇટ્સ રદ, 160થી વધુ મોડી પડી

Team News Updates

ન્યુ જનરેશન ‘મર્સિડીઝ-બેન્ઝ GLC’ ભારતમાં લૉન્ચ થઈ:6.2 સેકન્ડમાં 0 થી 100ની સ્પીડ પકડવાનો દાવો, કિંમત ₹73.5 લાખથી શરૂ થાય છે

Team News Updates