News Updates
AHMEDABAD

100 દિવસમાં લક્ષ્યાંક હાંસલ કરાશે,શહેરીજનો ઉપાડે તેવું આયોજન કર્યું,AMCએ વૃક્ષારોપણની જવાબદારી અધિકારીઓ, કર્મચારીઓ:થ્રી મિલિયન ‘ટ્રી’ અભિયાન

Spread the love

અમદાવાદને ગ્રીન સિટી બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી મિશનરી અને અલગ અલગ નામો આપી લાખોની સંખ્યામાં વૃક્ષો ઉગાડવાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ શહેરમાં વૃક્ષો ઉગાડ્યા બાદ તેની માવજત રાખવામાં આવતી નથી. મોટી સંખ્યામાં વૃક્ષો બળીને ખાક થઈ જાય છે. ગાર્ડન વિભાગ દ્વારા યોગ્ય ધ્યાન ન આપવામાં આવતા હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી થ્રી મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત હવે વોર્ડ લેવલ સુધી કમિટી બનાવી અને વૃક્ષારોપણ કરી તેની જવાબદારી તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો ઉપાડે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.


આગામી થ્રી મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત 100 દિવસમાં વૃક્ષારોપણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે હવે મ્યુનિસિપલ કમિશનરે માત્ર ગાર્ડન વિભાગ પર નિર્ભર ન રહી વોર્ડ લેવલ અને શહેરીજનો, પર્યાવરણ પ્રેમી, સંસ્થાઓની મદદ લઈને શહેરને ગ્રીન સિટી બનાવવા તરફ આગળ વધશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાર કમિટી નિયુક્ત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરથી લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ગાર્ડન વિભાગના ડાયરેક્ટર અને વિવિધ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ કમિટી, ગાર્ડન કમિટી, ઝોન કમિટી અને વોર્ડ લેવલની કમિટી એમ ચાર પ્રકારની કમિટી દ્વારા દર અઠવાડિયે આ વૃક્ષારોપણ અંગેની સમીક્ષા કરવામાં આવશે. ગાર્ડન કમિટીને વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષોમાં પાણીનો છંટકાવ અને તેના માવજત કરવાની જવાબદારી આપવામાં આવી છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટોની પસંદગી કરી GPS મેપિંગ એપ્લિકેશનમાં કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સરી દ્વારા 15 લાખ જેટલા રોપા તૈયાર કરી અને દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ પુરા પાડવામાં આવશે. જો વધારે રોપાની જરૂરિયાત ઊભી થાય તો બહારથી ખરીદી પણ કરવામાં આવશે. વૃક્ષારોપણ માટે શહેરીજનોનો પણ સાથ સહકાર મેળવવામાં આવશે. જેના માટે વોર્ડ લેવલની કમિટી તૈયાર કરવામાં આવી છે. જે સોસાયટીઓના ચેરમેન સેક્રેટરી સાથે સંપર્ક કરશે અને તેઓની સાથે મિટિંગ કરી અને સામૂહિક વૃક્ષારોપણ અને પર્યાવરણની જાગૃતિ આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.


Spread the love

Related posts

ગુજરાતના રેલવે સ્ટેશનો અત્યાધુનિક બનશે:અમદાવાદ ડિવિઝનના 9, રાજકોટ ડિવિઝનના 12 તો વડોદરા ડિવિઝનના 8 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ થશે

Team News Updates

બપોરે રહેશે  100 traffic signals બંધ,અમદાવાદમાં હવે traffic signals પર તાપમાં શેકાવુ નહીં પડે

Team News Updates

પરીક્ષાના વિઘ્નહર્તા બન્યા ગુજરાતી IPS:કોન્સ્ટેબલથી લઈને IG કક્ષાના અધિકારી સુધીની તમામ જવાબદારી સંભાળી, ઉમેદવારો પણ પરીક્ષાની કામગીરીથી અભિભૂત

Team News Updates