News Updates
GUJARAT

પોલીસે ઘરમાંથી વિદેશી દારૂની 132 નંગ બોટલો જપ્ત કરી,ખડોલ ગામના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો શખ્સ ઝડપાયો

Spread the love

આણંદ એલ.સી.બી પોલીસે આંકલાવ તાલુકાના ખડોલ ગામના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 132 નંગ બોટલો સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસે આ બુટલેગર અને તેને દારૂનો જથ્થો આપનાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના ખડોલ તાબે રાજનગર સીમ વિસ્તારમાં રહેતો નરેંદ્રસિંહ ઉર્ફે નરીયો ભગવાનસિંહ રાજ પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખી, તેનું હાથખાનગી રાહે વેચાણ કરતો હોવાની બાતમી આણંદ એલ.સી.બી પોલીસને મળી હતી. જેથી પોલીસે ગતરોજ બાતમી મુજબના મકાનમાં દરોડો પાડી, નરેંદ્રસિંહ ઉર્ફે નરીયો ભગવાનસિંહ રાજ ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે મકાનની તલાશી લેતાં, રૂમના એક ખૂણામાંથી રૂપિયા 32,400 કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 132 નંગ બોટલો મળી આવી હતી.

પોલીસે આ વિદેશી દારૂના જથ્થા બાબતે પકડાયેલ નરેન્દ્રસિંહની પુછપરછ કરતાં, તે આ દારૂનો જથ્થો ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરામાં રહેતાં જીતેન્દ્રભાઇ મનુભાઇ ચૌહાણ પાસેથી લાવ્યો હોવાનું ખુલ્યું છે. જેના આધારે પોલીસે પકડાયેલા નરેંદ્રસિંહ ઉર્ફે નરીયો ભગવાનસિંહ રાજ તેમજ તેને દારૂનો જથ્થો આપનાર જીતેન્દ્રભાઇ મનુભાઇ ચૌહાણ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

વલસાડમાં ઘરની બારી પાસે ઊંઘી રહેલા આધેડની આંખો પર એસિડ નખાયું, ચિકલીગર ગેંગનો હાથ હોવાની આશંકા

Team News Updates

રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ગોધરા એસ.આર.પી. કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Team News Updates

વલસાડ : પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Team News Updates