News Updates
VADODARA

Vadodara:શ્વાનને કોળિયો બનાવ્યો,એક જ ઝાટકે મહાકાય મગરે મોઢામાં દબોચી પાણીમાં લઈ ગયો, વડોદરાની વિશ્વામિત્રી નદી કિનારે ફરી રહેલા કૂતરાને 

Spread the love

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો માનવ વસતિની વચ્ચે વસવાટ કરે છે. આજે (22 જુલાઈ) સવારે નદી કિનારે ફરી રહેલા કૂતરાનો એક મહાકાય મગરે શિકાર કર્યો હતો. કિનારે ફરી રહેલા કૂતરાનો એક જ ઝાટકે મગરે કોળિયો બનાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો નદી પાસે ઊભેલા યુવાને વીડિયો મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો.


મળેલી માહિતી પ્રમાણે, શહેરના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કદીક જ જોવા મળતા મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. મહાકાય મગરે નદી કિનારે ફરી રહેલા એક કૂતરા પર તરાપ મારી પોતાના મુખનો કોળિયો બનાવી દીધો હતો. સ્થાનિક યુવકે આ વીડિયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. સવારે બનેલી આ ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટસિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં કચરો ઠલવાઇ રહ્યો છે, જેને કારણે નદીમાં વસવાટ કરતા 400થી વધુ મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓના જીવને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. પ્રવર્તમાન ચોમાસામાં નદીમાં પાણીની સપાટી વધે ત્યારે મગરો નદી કિનારાની આસપાસની માનવ વસ્તીમાં આવી જાય છે અને પશુ અથવા માણસો ઉપર હુમલા કરે છે. ખાસ કરી હાલ ચોમાસામાં નદી કિનારે રહેતા લોકોને દહેશત હેઠળ દિવસો પસાર કરવા પડે છે.

પ્રવર્તમાન ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે તણાઇને આવતા મગરો નદી કિનારા વિસ્તારમાં ધસી આવે છે. એ તો ઠીક મગરો પાણીના પ્રવાહ સાથે રોડ ઉપર પણ ઘસી આવે છે. ચોમાસામાં મગરોનો ત્રાસ વધી જતો હોવાથી રેસ્ક્યૂ ટીમો પણ તૈયાર થઇ ગઇ છે. વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર, દેવ નદીમાં પણ મગરોનું પ્રમાણ વધુ છે. અવારનવાર મગરો માણસોનો પણ શિકાર કરતાં હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં આજે વડોદરા શહેરમાં નદી કિનારે ફરી રહેલા કૂતરાને મગરે શિકાર બનાવતા ચકચાર મચી ગઇ હતી.

શિયાળો પૂર્ણ થતાં મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડાં મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડાં અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે.

મગર પહેલાં આજવા ડેમમાં હતા. ત્યાંથી પછી વિશ્વામિત્રી નદીમાં આવ્યા. વેમાલીથી તલસટ સુધીના 25થી 27 કિ.મી.ના વિસ્તારમાં અસંખ્ય મગરો છે અને હવે મગરો માણસો અને કૂતરા સહિતના પ્રાણીઓ સાથે જીવતા શીખી ગયા છે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જો કે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતાં તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયાં કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.

  • નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં
  • કપડાં-વાસણ ધોતાં નજર પાણી સામે રાખવી
  • નદી તરફ પીઠ રાખીને કપડાં-વાસણ ન ધોવાં
  • નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું
  • ઢોરને પાણી પિવડાવવા 1 ફૂટથી આગળ ન જવું
  • વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીનાં બોર્ડ મૂકવાં

Spread the love

Related posts

Vadodara:પિતાએ પુત્રને કિડની આપી હતી:પાદરાના 73 વર્ષીય ખેડૂત પિતાએ પુત્રને કિડની આપી, બન્ને 15 વર્ષથી કોઈપણ બિમારી વિના સ્વસ્થ જીવન જીવી કુદરતી ખેતી કરે છે

Team News Updates

‘ફાયનાન્સના રીકવરી એજન્ટોથી ત્રાસી ગયો છું’,10 પાનાની સુસાઈડ નોટ લખીને અમદાવાદના વેપારીએ જીવન ટૂંકાવ્યું,‘તારું IPS બનવાનું સપનું પૂરું કરજે’

Team News Updates

 મામેરુ ભરવા જતા ભાણીનું નડ્યો  અકસ્માત:14 લોકો ઈજાગ્રસ્ત ,વડોદરાના સાંઢાસાલ પાસે 25 લોકો ભરેલો ટેમ્પો કારને બચાવવા જતા પલટી ગયો 

Team News Updates