News Updates
SURAT

બન્યો નકલી અધિકારી બનવું હતું આર્મીમેન ને…..!9 મહિનાથી ખોટી ઓળખ આપી પૈસા પડાવતો,સુરતમાં CSIC સર્ટિફિકેટ, કમાન્ડો યુનિફોર્મ, ડોક્યુમેન્ટ્સ સાથે બોગસ અધિકારી ઝડપાયો

Spread the love

ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી-ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમર સર્ટીફીકેટ સહિત આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ કબજે કરાયો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ વરાછાથી એક એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે પોતાની જાતને કસ્ટમ અધિકારી જણાવીને પૈસા પડાવતો હતો. 25 વર્ષીય આરોપી હિમાંશુ રમેશ રાય સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે અને મૂળ બિહારનો વતની છે. આ પકડાયેલા આરોપીની જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, નાનપણથી જ તેનું આર્મી ઓફિસર બનવાનું સપનું હતું. પોતાના આ સપનાને પૂર્ણ કરવા માટે તેણે આવા હથકંડા અજમાવ્યા.

સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીના જણાવ્યા મુજબ છેલ્લા 9 મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી અને પોતાની પાસે રહેલી એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ યુનિફોર્મ સાથે ફરી રહ્યો હતો. આ તમામ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્કમટેક્સની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આવવાના બહાને પૈસા પડાવતો હતો.

લોકોમાં રોફ જમાવવા તેણે ગોવા, દિલ્હી અને અલગ-અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ બનાવી, સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલકીની આર્ટિકા ગાડીમાં લગાડીને ફરતો હતો. આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપતો હતો. એટલું જ નહીં લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના નામે અલગ-અલગ લોકો સાથે છેતરપિંડી આચરી હતી.

આરોપી માત્ર 25 વર્ષની ઉંમરમાં ભારત સરકારના અલગ-અલગ હોદ્દાઓનો સ્વાંગ રચી લોકોને નોકરી આપવા તેમજ ખોટી રેડ કરવાની ધમકીઓ આપી લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે તુરંત જ આ આરોપીની શોધખોળ હાથ ધરીને તેની ધરપકડ કરી હતી. સુરતમાં અગાઉ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન મથકમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

  • એક એર ગન
  • એક સફેદ કલરની અરટીગા ફોર વ્હીલ ગાડી
  • એક આઈ કાર્ડ
  • એક “CSIC COMMANDO “ લખેલ બે સ્ટાર વાળી વર્દી
  • એક “CSIC” નો વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર
  • બે મોબાઈલ ફોન

  • માર્ચ-2023 દરમિયાન સુરત કામરેજ ખાતે રહેતા કાર્તિક રાવલને સિનિયર ઈન્સપેકટર તરીકેની ખોટી ઓળખ આપી દિલ્હીમા એરપોર્ટમાં સારી નોકરી આપવાના બહાને તેની પાસેથી રૂપિયા 1.15 લાખ/- પડાવી લીધા
  • જૂન-2024 દરમિયાન કામરેજ ખાતે ‘અંબિકા ટ્રાવેલ્સ’ નામથી ટ્રાવેલ્સનો ધંધો કરતા જમાલભાઈ હકુભાઈ કુરેશીને સિનિયર સેલ્સ ઈન્સપેકટર તરીકે ખોટી ઓળખ આપી તેઓ પાસેથી એક સ્લીપર બસ GJ-05-BT- 5004 અંબિકા ટ્રાવેલ્સ ભાડેથી લઈ બાદમાં ભાડા તથા ટેક્સના રૂપિયા 6.25 લાખ નહીં ચૂકવી તેઓ સાથે પણ કરી છેતરપિંડી કરી
  • ઉપરોક્ત અંબિકા ટ્રાવેલ્સ ભાડેથી લીધેલ હોય તેમાં ડિઝલ ભરાવવા માટે કીમ સ્યાદલા ગામ ખાતે આવેલ ‘મનીષા પેટ્રોલપંપ’ના માલિકને સેલ્સ ઈન્સપેકટર તરીકે ખોટી ઓળખ આપી અને રેઈડ કરવાની ધમકી આપી પેટ્રોલપંપમાંથી ઉધારથી લકઝરી ગાડીમા ડીઝલ 3.50 લાખનું ભરાવી લઇ પૈસા નહીં ચૂકવી આપેલ નહીં
  • સુરત દિલ્હી ગેટ ખતે ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા સોહેલ મામદાનીને સીનીયર ઈન્સપેકટર તરીકે ખોટી ઓળખ આપી DGFT લાયસન્સ (ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે) કઢાવી આપવાના બહાને રૂપિયા 2.70 લાખ પડાવી લીધા છે.
  • સુરત સગરામ પુરા ખાતે રહેતા ફૈસલ શેખ તથા આમીન શેખને પોતે સિનિયર ઈન્સપેકટર તરીકે ખોટી ઓળખ આપી દિલ્હીમાં એરર્પોર્ટમા સારી જોબ આપવાના બહાને ફેઝલ શેખ પાસેથી રૂપિયા 37,000 તથા આમીન શેખ પાસેથી રૂપિયા 90,000 પડાવી લીધા છે.
  • ગોવામાં ખાતે રહેતા વીનીકેશભાઈ અને પત્નીને ગોવા એરપોર્ટ પર સારી નોકરી આપવાના બહાને તેની પાસેથી પણ રૂપિયા 25000 પડાવી લીધેલ હોવાની કબુલાત કરતા જે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.

Spread the love

Related posts

SURAT:ગેસ ભરતા સમયે બ્લાસ્ટ :ડિજિટલ પ્રિન્ટિંગના ACના કમ્પ્રેસરમાં સુરતમાં એકનું આખુ શરીર સળગ્યું; બીજાને સામાન્ય ઇજા

Team News Updates

દૂધ ભરેલું ટેન્કર માર્ગ પર પલટી ગયું:ટેન્કરચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રસ્તાની સાઇડમાં પલટ્યું; લોકો તપેલા, માટલા, જગ લઈ દૂધ ભરવા દોડ્યા

Team News Updates

Tapi:પર્દાફાશ આંતર રાજ્ય સરકારી ખાતર કૌભાંડનો:400 જેટલી ગુણો સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી LCBએ કર્યો

Team News Updates