News Updates
BHAVNAGAR

Bhavnagar:દારૂની હેરાફેરી પાન મસાલાના થેલામાં;ઈંગ્લીશ દારૂની 600 બોટલ સાથે ઝડપાયા,ભાવનગરના આડોડિયાવાસની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો 

Spread the love

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે ઘોઘા સર્કલ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને આડોડિયાવાસ વિસ્તારમાં જઈ રહેલ ત્રણ મહિલા તથા એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ ઇંગ્લિશ દારૂના કેસમાં ઝડપાઈ ચૂકેલ આડોડિયાવાસ વિસ્તારમાં રહેતી જયશ્રી દીપક રાઠોડ, તેજલ દીપક પરમાર, મીના રાકેશ રાઠોડ તથા રોનીશ ઉર્ફે જીંગો નિતેશ પરમાર બહારથી દારૂ લઈને ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ રોટરી ક્લબ પાસે ઊભા છે અને આડોડિયાવાસમાં જવાની ફિરાકમાં છે. જે માહિતી આધારે એલસીબીના જવાનોએ સ્થળ પર પહોંચી ત્રણેય મહિલા તથા શખ્સની અટક કરી તલાસી હાથ ધરતા તેના કબ્જામાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 600 બોટલ કિંમત રૂપિયા 45,000 વિના પાસ પરમીટે મળી આવેલ, આથી એલસીબીના જવાનોએ ત્રણેય મહિલા અને શખ્સની ધરપકડ કરી ચારેય વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આરોપી મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

ભાવનગરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “એવરી ડે પ્લાન્ટેશન ડે” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Team News Updates

મેયરનાં માતાની સાદગીએ દિલ જીત્યા:ભાવનગરના નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષે પણ મંદિરની બહાર બેસી વેચે છે ફૂલ, ભાડાના મકાનમાં રહે છે પરિવાર

Team News Updates

G20-ONE EARTH,ONE HEALTH’‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

Team News Updates