News Updates
NATIONAL

હિન્દુઓને બાંગ્લાદેશમાં ધમકીઓ મળી રહી છે  ,દુર્ગા પૂજા કરવી હોય તો 5 લાખ આપો

Spread the love

બાંગ્લાદેશમાં હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદના મહાસચિવ મહેન્દ્ર નાથે કહ્યું કે, ખુલના શહેરના ડાકોપમાં 25 થી વધુ મંદિરોને પાંચ દિવસીય તહેવારની ઉજવણી માટે 5 લાખ રૂપિયાની માંગણી કરતી ધમકીઓ મળી છે.

બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. દુર્ગા પુજા પહેલા બાંગ્લાદેશમાં ઈસ્લામિક જૂથ દ્વારા કેટલાક મંદિરોને ધમકીઓ મળી રહી છે. મંદિર સમિતિને ધમકી આપવામાં આવી રહી છે કે, તેમણે દુર્ગા પુજા કરવી છે. તો તેમણે 5 લાખ આપવા પડશે. જો પૈસા નહી આપવામાં આવે તો પૂજા કરવા દેવામાં આવશે નહી .22 સપ્ટેમ્બરે  કેટલાક લોકોએ લક્ષ્મીગંજ જિલ્લાના રાયપુર વિસ્તારમાં માતા દુર્ગાની પ્રતિમાઓની તોડફોડ કરી હતી. બરગુન જિલ્લામાં પણ પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી હતી.

આ મામલે હિન્દુ સમુદાયના કેટલાક લોકોએ ચટગામ અને ખુલના જિલ્લાના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

હિન્દુ બૈદ્ધ ઈસાઈ એકતા પરિષદના મહાસિચવ મહેન્દ્ર નાથે કહ્યું કે,ખુલના શહેરના ડાકોપમાં 25 થી વધુ મંદિરોને પાંચ દિવસીય તહેવારની ઉજવણી માટે 5 લાખ રૂપિયાની માંગણી કરતી ધમકીઓ મળી છે. તમને જણાવી દઈએ કે,દુર્ગા પુજાની 9 થી 13 ઓક્ટોમ્બર સુધી ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, હિન્દુઓનો આ સૌથી મોટો તહેવાર છે.ઓગસ્ટ મહિનામાં ભડકેલી હિંસા બાદ બાંગ્લાદેશમાં હુમલાના અનેક સમાચારો સામે આવી રહ્યા છે. 5 ઓગસ્ટના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકાર પડી ભાંગી હતી. ત્યારબાદ મોહમ્મદ યૂનુસ અંતિરમ સરકારના મુખ્ય સલાહકાર બન્યા હતા.

બાંગ્લાદેશમાં નોકરીઓમાં અનામતની વ્યવસ્થાને લઈને અવામી લીગની આગેવાની હેઠળની સરકાર સામે વિરોધ શરૂ થયો હતો. જે ધીરે-ધીરે હિંસક બનતો ગયો. 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવ્યા હતા. આ પછી પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સડકો પર હંગામો મચાવ્યો હતો. સેંકડો લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમાં અવામી પાર્ટીના લોકો પણ હતા.શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ તેમની સામે આ પહેલો કેસ નોંધાયો છે. બાંગ્લાદેશમાં હિંસક અથડામણ દરમિયાન કેટલાક લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા.

બાંગ્લાદેશમાં અત્યાર સુધી દુર્ગા પૂજાનું આયોજન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યું છે. જોકે આ વખતે એવું થવાનું નથી. કારણ કે બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જાહેરાત કરી છે કે બાંગ્લાદેશમાં નમાઝ અને અઝાન દરમિયાન હિન્દુઓને લાઉડસ્પીકર પર પૂજા અને ભજન ગાવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ હિંદુ આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો પોલીસ દ્વારા કોઈપણ વોરંટ વગર તેની ધરપકડ કરવામાં આવશે.


Spread the love

Related posts

ગુજરાતના 56 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને મળશે સેવા પદક:રાજકોટના CP રાજુ ભાર્ગવની અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પસંદગી, 15-25 વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્ર સરકાર આપે છે

Team News Updates

કાવેરી વિવાદ મામલે ખેડૂતોનું બેંગલુરુ બંધ:તમિલનાડુથી આવતી બસો બંધ, શાળા-કોલેજોમાં પણ રજા; સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

Team News Updates

J&Kનું ગુરેઝ સેક્ટર પહેલીવાર લાઇટથી ઝગમગી ઉઠ્યું:પાવર ગ્રીડ સાથે જોડાયું, આઝાદી બાદથી અત્યાર સુધી ડીઝલ જનરેટર પર આધાર હતો; શિયાળામાં વીજળી ડુલ થઈ જતી હતી

Team News Updates