News Updates
NATIONAL

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે નવા આતંકીઓ,ઓસામા બિન લાદેનને જ્યા સંતાડ્યો હતો એ એબટાબાદમાં 

Spread the love

ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાને જ શહેરમાં છુપાવી રાખ્યો હતો તે એબટાબાદમાં આતંકવાદીઓ તૈયાર કરવાની ફેકટરી ચાલે છે. હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને સલાહુદ્દીન સંયુક્ત રીતે આતંકી સેના તૈયાર કરી રહ્યાં છે. આતંદવાદની આ ફેકટરી પાકિસ્તાન આર્મી કેમ્પની બાજુમાં આવેલ છે. જેના પર આઈએસઆઈ અને પાકિસ્તાન આર્મી સતત દેખરેખ રાખી રહી છે.

આજે સમગ્ર વિશ્વ આતંકવાદથી હેરાન પરેશાન છે ત્યારે પાકિસ્તાનના એબટાબાદમાં આતંકવાદી તૈયાર કરવા માટે તાલિમ કેન્દ્રો ધમીધમી રહ્યાં છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તેના શહેર એબટાબાદમાં તાલિમ આપીને આતંકીઓની મોટી સેના તૈયાર કરી રહ્યું છે.

આ એ જ એબટાબાદ છે, જ્યાં ઓસામા બિન લાદેનને આશ્રય આપીને પાકિસ્તાને અમેરિકાની બાજ નજરમાંથી મહિનાઓ સુધી સંતાડી રાખ્યો હતો. હાલમાં પાકિસ્તાન આર્મી બેઝ કેમ્પની બાજુમાં જ હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને સલાહુદ્દીન દ્વારા આતંકીઓને તાલિમ આપીને આતંકવાદીઓ તૈયાર કરી રહ્યાં છે.

ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં જણાવ્યાનુસાર, જેહાદીઓ મોટાપાયે એબટાબાદના તાલિમ કેમ્પમાં આવીને આતંકવાદીઓને તાલિમ આપી રહ્યાં છે. પાકિસ્તાન આર્મી બેઝ કેમ્પની છત્રછાયામાં આવેલુ આ આતંકવાદી તાલિમ કેન્દ્ર સુરક્ષીત હોવાનું માનવામાં આવે છે. કારણ કે, આર્મી બેઝ કેમ્પમાં પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ સિવાય અન્યોને પ્રવેશવા સામે પ્રતિબંધ છે. આથી આર્મી બેઝ કેમ્પની છત્રછાયામાં જ પાકિસ્તાન નવા આતંકવાદીઓને જન્મ આપી રહ્યું છે.

ગુપ્તચર અહેવાલોમાં ઉલ્લેખ કર્યા મુજબ, એબટાબાદ જિલ્લામાં ISI જનરલની દેખરેખ હેઠળ આતંકવાદી તાલીમ શિબિર ચાલી રહી છે. આ કેમ્પની અંદર જે નવા આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી રહી છે તેમને પાણીમાં રહેવાથી લઈને જમીન પર લડવા સુધીની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ ખતરનાક આતંકીઓ ભારત માટે નવી મુશ્કેલી ઊભી કરી શકે છે.

વાસ્તવમાં, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી જૂથો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે ભરતી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ આતંકી જૂથો હવે મુખ્યત્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને નબળા મનના યુવાનોને બ્રેઈન વોશ કરીને આતંકીઓ બનાવી રહ્યા છે. ISI-સંલગ્ન હેન્ડલર્સ નફરતને ઉશ્કેરવા અને ભરતી માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે આવું કરતુ આવે છે.


Spread the love

Related posts

16 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા, દિલ્હી લાજપત નગરની આઈ 7 હોસ્પિટલમાં લાગી ભીષણ આગ

Team News Updates

ચીનની બીમારીથી ભારતમાં એલર્ટ:બાળકો પર સૌથી વધારે અસર; ફેફસાં ફૂલી જાય છે, ગુજરાત સહિત 6 રાજ્યોમાં એડવાઈઝરી જાહેર

Team News Updates

22મીએ દુર્વા અષ્ટમી:આ દિવસે ભગવાન ગણેશની વિશેષ દુર્વાથી કરવામાં આવે છે વિશેષ પૂજા, ઋષિ કશ્યપે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી હતી

Team News Updates