મેં મહિનાની શરૂઆત બાદ બીજા સપ્તાહની શરૂઆતથી PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન 3 હેઠળ વિસ્તારમાં અલગ અલગ 44 ટિમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જયારે આગલા બે દિવસમાં કુલ 50 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મેં મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી અલગ અલગ 44 ટિમો દ્વારા નારાયણનગર, સીતારામ સોસાયટી, મચ્છોનગર, હરિદ્વાર સોસાયટી, મંગલ સોસાયટી અને શિવપાર્ક સહીતના વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકીંગ ડ્રાઇવમાં કુલ 4 વિડીયો ગ્રાફર, લોકલ પોલીસ અને 11 SRPનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસમાં કુલ 50 થી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 43 ટિમો દ્વારા 664 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ 106 ક્નેક્શનમાંથી 25.03 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જયારે ગઈકાલે બીજા દિવસે 42 ટિમો દ્વારા 273 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ 106 ક્નેક્શનમાંથી 25.75 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. આજે પણ લાખોની વીજચોરી ઝડપાઇ તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે.