News Updates
RAJKOT

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:પ્રૌઢે એપ્લિકેશન મારફતે લોન લેતા ઈસમોએ ન્યૂડ ફોટા મોકલી બ્લેકમેઇલ કર્યા,ગૃહ ક્લેશથી કંટાળી યુવકે ગળેફાંસો ખાધો

Spread the love

રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજદાર દિપકભાઇ નરસિંહભાઇ ટાટમીયા (ઉ.વ.51)એ અરજી કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે, લોન લેવા માટે અલગ અલગ એપ્લીકેશન પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી એપ્લીકેશન મારફતે લોન મેળવી હતી આ પછી લોન આપનાર સામેના લોકો વારંવાર જુદી જુદી રીતે બ્લેક મેઇલ કરી અરજદારનો ફોટો મર્જ કરી ન્યુડ ફોટો બનાવી અરજદારના સગા સબંધીઓને મોકલવા ધમકી આપતા અરજદાર સાથે રૂ.2,13,047 નુ ફ્રોડ થયું હતું જેને લઇ અરજદાર સાથે થયેલ છેતરપીંડી સંબંધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી સુજબુજથી અરજદારની ફ્રોડમાં ગયેલ સંપુર્ણ રકમ રૂ. 2,13,047 પરત અપાવેલ છે.

ગૃહ ક્લેશથી કંટાળી યુવકે ગળેફાંસો ખાધો
રાજકોટ શહેરના ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે લક્ષમણ પાર્કમાં રહેતાં સંદિપ શામજીભાઇ ચૌહાણ (ઉ.વ.24) નામના યુવાને હીંચકાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. સંદિપ ચૌહાણે ગઇકાલે રાત્રીના 11 વાગ્‍યે ફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાત મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ જીવ બચી શક્‍યો ન હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર સંદિપ ત્રણ ભાઇમાં નાનો હતો અને લાદીકામ કરતો હતો. તે માતા, પિતા, ભાઇઓ સાથે સંયુક્‍ત પરિવારમાં રહેતો હતો. છ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં. ગઇકાલે રાત્રે તે પહેલા માળે પોતાના રૂમમાં હતો. માતાને તેનું કામ હોઇ ભાઇએ ફોન જોડતાં તેણે ફોન રિસીવ કર્યો નહોતો. આથી તે રૂબરૂ જતાં દરવાજો નહિ ખોલાતાં તોડી નાંખ્‍યો હતો અને અંદર સંદિપ લટકતો જોવા મળતાં ચુંદડી કાપી તેને હોસ્‍પિટલે ખસેડયો હતો. પરંતુ જીવ બચી શક્‍યો ન હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરમાં મહિલા સભ્‍યો વચ્‍ચે અલગ અલગ કારણે કલેશ ચાલતો હોઇ માટે આ પગલુ ભર્યાનું હોવાનું સામે આવ્‍યું છે.

બાઈક અને ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુળ ગોંડલના ગરનારા ગામના અને હાલ મોરબી લાતી પ્લોટમાં રહેતા હસમુખ ઉર્ફે પોપટ શંભુભાઈ વાઘેલા (ઉ.વ.34)ની રીબડા ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આકરી પુછપરછમાં રીઢો આરોપી કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ વર્ષ પહેલા બે બાઈક અને એક ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી નાસી છુટયો હોય તે ગુનામાં પણ પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપી પાસેથી મળી આવેલું ચોરાઉ બાઈક જાફરાબાદમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

રાજકોટમાં 13 વર્ષીય વિદ્યાર્થિનીને સ્કૂલનો રીક્ષાચાલક જ ભગાડી ગયો, પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું; પોલીસે મેડીકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી

Team News Updates

મવડી વિસ્તારમાં ફર્નિચરના શો રૂમમાં લાગી ભીષણ આગ, 5 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા

Team News Updates

RAJKOT: ખેડૂતો-વેપારીઓને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા,ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓની મોટી આવક શરૂ રાજકોટમાં

Team News Updates