News Updates
NATIONAL

TMC નેતાનો દાવો- CoWIN ડેટા લીક થયો:કોરોના રસીકરણ દરમિયાન લોકોની અંગત માહિતી અપલોડ કરવામાં આવી હતી, સરકારે કહ્યું- તપાસ ચાલુ છે

Spread the love

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના વેબ પોર્ટલ CoWINનો ડેટા લીક થયો છે, જેમાં સામાન્ય લોકો ઉપરાંત મોટા નેતાઓ, અધિકારીઓ અને પત્રકારોનાં નામ પણ સામેલ છે.

આ દાવાને સાબિત કરવા માટે ગોખલેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઘણા સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે, જેમાં લોકોનાં નામ-સરનામાં, મોબાઈલ, આધાર, મતદાર આઈડી અને તેમના પરિવારની માહિતીનો સમાવેશ થાય છે.

ગોખલેના દાવા પર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનું કહેવું છે કે આ જૂનો ડેટા છે. હાલમાં અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને આ અંગે પોર્ટલના અધિકારીઓ પાસેથી રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.

રાજકીય હસ્તીઓ સહિત પત્રકારોના ડેટા લીક
ટ્વિટર થ્રેડમાં, ગોખલેએ એવો પણ દાવો કર્યો હતો કે CoWIN પોર્ટલ દ્વારા રાજ્યસભાના સાંસદ અને TMC નેતા ડેરેક ઓ’બ્રાયન, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને કેસી વેણુગોપાલનાં નામ સામેલ કરવામાં આવ્યાં હતાં.

બીજી તરફ, ગોખલે દ્વારા શેર કરવામાં આવેલા અન્ય સ્ક્રીનશૉટ્સમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ, રાજ્યસભાના સાંસદો સુષ્મિતા દેવ, અભિષેક મનુ સિંઘવી અને સંજય રાઉતનાં નામ સામેલ છે. આ સિવાય રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, રાહુલ શિવશંકર જેવા પત્રકારોનો ડેટા પણ લીક થયો છે.

અગાઉ પણ ડેટા લીક થવાના દાવા કરવામાં આવ્યા હતા
અગાઉ 2021 અને 2022માં પણ કોવિન પોર્ટલમાં નોંધાયેલા લોકોના અંગત ડેટા લીક થવાના દાવા કરવામાં આવ્યા હતા. એ સમયે પણ આધાર, મતદાર આઈડી કાર્ડ, પાન કાર્ડ અને રસીકરણ કરનારાઓના મોબાઈલ નંબર સહિતની ઘણી માહિતીના ઘણા સ્ક્રીન શોટ પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. જોકે ભારત સરકારે એ દાવાઓને ફગાવી દીધા હતા.


Spread the love

Related posts

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો

Team News Updates

UPમાં પેપર લીક થયા બાદ પોલીસ ભરતી પરીક્ષા રદ:6 મહિનામાં ફરી પરીક્ષા; 60 હજાર પોસ્ટ, 48 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

Team News Updates

બિહારની બાગમતી નદીમાં બોટ ડૂબી ગઈ, 13 ગુમ:30થી વધુ બાળકો બોટમાં બેસીને સ્કૂલે જતાં હતાં, 20ને બચાવાયાં

Team News Updates