News Updates
NATIONAL

ટામેટાએ ગૃહસ્થ જીવનમાં લગાવી આગ…!, પતિએ શાકમાં નાખ્યાં ટામેટા તો પત્ની ઘર છોડી ભાગી !

Spread the love

મધ્યપ્રદેશની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં શહડોલ જિલ્લામાં એક મહિલાએ તેના પતિને એટલા માટે છોડી દીધો કારણ કે પતિએ રસોઈમાં બે ટામેટાંનો ઉપયોગ કર્યો હતો. આ મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાય રહ્યો છે.

આ દિવસોમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા અનેક લોકોના ખિસ્સા પર અસર પડી છે. ટામેટાંના વધતા ભાવે માત્ર ગ્રાહકોને જ નહી પરંતુ તેના પર વધુ નિર્ભર રેસ્ટોરાં, ખાદ્ય ઉત્પાદકો અને અન્ય વ્યવસાયો માટે પણ પડકારો ઉભો કર્યો છે, પરંતુ હવે ટામેટાના આ વધતા ભાવથી સામાન્ય જનતાના રસોડામાંથી પણ તે ગાયબ થઈ ગયા છે. ત્યારે મધ્યપ્રદેશનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને નવાઈ લાગશે.

ટામેટાના વધતા ભાવના કારેણે ક્યાંક બાઉન્સરો રાખવાની જરુર પડી છે તો ક્યાંક ટામેટાએ ગૃહસ્થિમાં જ આગ લગાવી દીધી છે. ટામેટાના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જો કે કારણ શું હતુ તે પણ તમને જણાવી દઈએ. મધ્યપ્રદેશની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં શહડોલ જિલ્લામાં એક મહિલાએ તેના પતિને એટલા માટે છોડી દીધો કારણ કે પતિએ રસોઈમાં બે ટામેટાંનો ઉપયોગ કર્યો હતો. આ મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાય રહ્યો છે.

પત્નીને પુછ્યા વગર વાપર્યા ટામેટા

એમપીનો સંજીવ બર્મન નામના વ્યક્તિ જે ટિફિન સર્વિસ ચલાવે છે. બર્મન જણાવે છે કે, રસોઈ બનાવતી વખતે તેણે પત્નીને પૂછ્યા વગર બે ટામેટાં વાપર્યા, અને પછી પત્ની આ વાતથી ગુસ્સે થઈ ગઈ જે બાદ આ લડાઈ મોટી લડાઈમાં ફેરવાઈ ગઈ. બર્મન કહે છે કે મારી પત્ની અમારી દીકરી સાથે ઘર છોડીને બસમાં બેસીને ક્યાક ચાલી ગઈ. હું તેને ત્રણ દિવસથી શોધી રહ્યો છું. એટલું જ નહીં બર્મને પોલીસનો સંપર્ક કરીને તેની પત્નીને શોધવાની વિનંતી પણ કરી છે. આ માટે તેણે પોલીસને તેની પત્નીની તસવીર આપી છે, જેથી તેઓ તેને વહેલી તકે શોધી શકે. બર્મન કહે છે કે તેની પત્ની આરતી ઇચ્છતી ન હતી કે હું ભોજનમાં ટામેટા નાખું.

નારાજ પત્ની ઘર છોડીને ભાગી

આ સમગ્ર મામલા પર શહડોલ-ધનપુરીના વરિષ્ઠ પોલીસ અધિકારી સંજય જયસવાલે પુષ્ટિ કરી હતી કે, તેના પતિ બર્મન સાથેના ઝઘડા પછી, આરતી પોતાનું ઘર છોડીને ઉમરિયામાં તેની બહેનના ઘરે ગઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મહિલા અસ્વસ્થ થઈને ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને પતિ-પત્નીને એકબીજા સાથે વાત કરાવી હતી. પોલીસે ખાતરી આપી છે કે આરતી ટૂંક સમયમાં તેના ઘરે પરત ફરશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ટામેટાના ભાવ વધારાના સમાચાર સાતમા આસમાને પહોંચી ગયા છે. ટામેટાંના ભાવ વધારાના કારણે લોકોનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. દેશના અનેક શહેરોમાં ટામેટાના ભાવમાં જોરદાર વધારો 150ને પાર પહોંચી ગયો છે.

ફતેહપુરમાં 25 કિલો ટામેટાની ચોરી

ફતેહપુર જિલ્લામાં 25 કિલો ટામેટાંની ચોરીનો મામલો એ રીતે સામે આવ્યો કે પોલીસે 6 લોકોને ઝડપી લીધા. પોલીસનું કહેવું છે કે આરોપીઓ ઝડપાઈ ગયા છે અને ટૂંક સમયમાં ચોરાયેલ કન્સાઈનમેન્ટ એટલે કે ટામેટાં મળી આવશે. જો કે, કન્સાઈનમેન્ટ રીકવર થાય તે પહેલા, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ ઘટના જોઈ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સ્પેશિયલ ટામેટા ફોર્સમાં કન્વર્ટ કરવા માટે કટાક્ષયુક્ત સૂચન ટ્વિટ કર્યું.


Spread the love

Related posts

સરકારી કર્મચારીઓ આનંદો:ગુજરાતના પાંચ લાખ કર્મચારીઓને મળશે આઠ ટકા મોંઘવારી ભથ્થું, સરકાર ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત

Team News Updates

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના બે આરોપી AGTFના હાથે ઝડપાયા, પંજાબમાં ગેંગ વોરના મોટા ષડયંત્રનો પર્દાફાશ

Team News Updates

વિદેશમાં બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણો:પશ્ચિમ ભારતની પહેલી યુનિવર્સિટી, જે ઓનલાઇન કોર્સ ભણાવશે, 1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ

Team News Updates