
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘Project-K’ નું ટીઝર રિલીઝ થયું છે. આ સાથે નિર્માતાઓએ ફિલ્મના ,મેઈન ટાઇટલની પણ જાહેરાત કરી છે. હવે ફિલ્મનું નામ ‘Project-K’ થી બદલીને કલ્કિ 2898 AD’ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના અસલી ટાઇટલની સત્તાવાર જાહેરાત યુએસમાં ‘સાન ડિએગો કોમિક કોન ઇવેન્ટ’માં થઈ હતી. ટાઇટલ સિવાય, નિર્માતાઓએ ઇવેન્ટમાં ટીઝર અને રિલીઝ તારીખની જાહેરાત કરી હતી. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ ભવિષ્ય પર આધારિત છે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2024ના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે.
પ્રભાસનો લૂક જોઈને ફેન્સ નિરાશ થયા, ટીઝરને મળ્યો
યુટ્યુબ પર રિલીઝ થયેલા આ ટીઝરને 8 કલાકમાં 2.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ટીઝરને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પહેલાં મેકર્સે બુધવારે પ્રભાસનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો. જોકે ફેન્સને તેનો ગેટઅપ વધારે પસંદ આવ્યો ન હતો. નેગેટિવ કોમેન્ટ્સ મળ્યા બાદ એક્ટરનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

પ્રભાસે મસીહા તરીકે એન્ટ્રી લીધી હતી
નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુના કલ્કી અવતારને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આખી દુનિયામાં અંધકારનું રાજ સ્થપાયું છે. લોકોને બંદી બનાવી લેવામાં આવ્યા છે. બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા રાખવામાં આવી રહ્યા છે. લોકો પાસે પીવા માટે પાણી નથી. લોકોને દિવસે દિવસે મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિના હાથમાં હનુમાનજીની નાની મૂર્તિ જોવા મળે છે. લોકો ભગવાનને યાદ કરે છે, પ્રભાસ તેમની મદદ કરવા માટે મસીહા તરીકે દેખાય છે.

એક્શન અવતારમાં જોવા મળ્યા બિગ બી, લુક નથી જોવા મળ્યો
ટીઝરમાં પ્રભાસ ઉપરાંત દીપિકા અને અમિતાભ બચ્ચનની પણ ઝલક જોવા મળી રહી છે. જ્યારે બિગ બી યોદ્ધાના ગેટઅપમાં જોવા મળે છે, ત્યારે તેઓ સફેદ કપડામાં લપેટાયેલા જોવા મળે છે. ટીઝરમાં તેમનો ચહેરો દેખાતો નથી, માત્ર તેની આંખો જ દેખાઈ રહી છે. જ્યારે દીપિકા સેનામાં જોડાતી જોવા મળી રહી છે.
‘જ્યારે અંધકાર વિશ્વને ઘેરી લેશે, ત્યારે એક શક્તિ ઊભી થશે’
ટીઝરની વચ્ચે લખ્યું છે, જ્યારે દુનિયામાં અંધકાર છવાયેલો હશે, ત્યારે એક બળ ઉભું થશે. અંત હવે શરૂ થાય છે. પ્રભાસ એક યોદ્ધા તરીકે પ્રવેશ કરે છે. તે વિશ્વને બચાવવા આવે છે. ટીઝર જોયા પછી લોકો કહે છે કે ફિલ્મમાં એ સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે કલયુગમાં અત્યાચાર ચરમસીમા પર હશે. પછી ભગવાન પૃથ્વી પર અવતરશે.
આ કાર્યક્રમમાં પ્રભાસ, કમલ હાસન અને રાણા દગ્ગુબાતીએ હાજરી આપી હતી
પ્રભાસ, કમલ હસન અને રાણા દગ્ગુબાતીએ ગુરુવારે યુએસમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દીપિકા આ ઈવેન્ટનો ભાગ ન હતી.હકીકતમાં દીપિકા સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ અમેરિકન ફેડરેશન ઑફ રેડિયો એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સની ચાલી રહેલી હડતાળને કારણે દીપિકા આ ઇવેન્ટમાં પહોંચી ન હતી. તે SAG-AFTRAના સભ્ય છે.