News Updates
ENTERTAINMENT

ઓપનિંગ ડે પર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની શાનદાર કમાણી:2023માં અત્યાર સુધી ફર્સ્ટ ડે પર સૌથી વધુ કમાણી કરનાર તમિળ ફિલ્મ બની, 52 કરોડનું કલેક્શન

Spread the love

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘જેલર’ને ગુરુવારે શાનદાર ઓપનિંગ મળી હતી. આ ફિલ્મ 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. sacnilk.comના રિપોર્ટ મુજબ, ફિલ્મે ભારતમાં લગભગ રૂ. 52 કરોડની કમાણી કરી છે.

આ સાથે જ આ ફિલ્મ વર્ષ 2023માં ઓપનિંગ ડે પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર તમિળ ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધી આ રેકોર્ડ ડિરેક્ટર મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલવાન-2’ના નામે હતો. ફિલ્મે શરૂઆતના દિવસે જ લગભગ રૂ. 32 કરોડનું કલેક્શન કર્યું હતું. થિયેટરોએ તેની રિલીઝના પહેલા જ દિવસે સમગ્ર દિવસ દરમિયાન 78.62% ઓક્યુપન્સી જોવા મળી હતી.

કર્ણાટક, આંધ્રપ્રદેશમાં ફિલ્મને શાનદાર પ્રતિસાદ
આ ફિલ્મ હિન્દી, તમિળ, મલયાલમ, કન્નડ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. એકસાથે તમામ ભાષાઓની વાત કરવામાં આવે તો ફિલ્મે ભારતમાં રૂ. 44.50 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. નેટ કલેક્શનમાં ટેક્સ અને ડિસ્ટ્રીબ્યુટર ફીનો સમાવેશ થતો નથી. આ ફિલ્મે તમિલનાડુમાં સૌથી વધુ રૂ. 23 કરોડ, કર્ણાટકમાં રૂ.11 કરોડ, કેરળમાં લગભગ રૂ.5 કરોડ, આંધ્ર પ્રદેશમાં રૂ.10 કરોડ અને તેલંગાણા અને બાકીના રાજ્યોમાંથી રૂ. 3 કરોડનું કલેક્શન કર્યું છે.

‘જેલરે’ 2023 ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મનો રેકોર્ડ તામિલનાડુ અને કેરળમાં તેની રિલીઝના પ્રથમ દિવસે નોંધાવ્યો હતો. આ સિવાય ‘જેલર’ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રિલીઝ થનારી પહેલી તમિળ ફિલ્મ છે, જેને પહેલા દિવસે જ આટલી જોરદાર ઓપનિંગ મળી છે.

‘જેલરે’ પ્રથમ દિવસે જ અમેરિકામાં રૂ.11.9 કરોડની કમાણી કરી
વિદેશી બજારમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, ફિલ્મની અમેરિકામાં રૂ.11.9 કરોડની કમાણી છે. આ આંકડો સુપરસ્ટાર વિજયની ફિલ્મ ‘વારીસુ’ના કલેક્શન કરતાં પણ વધુ છે. ‘વારિસુ’એ અમેરિકામાં કુલ 9.43 કરોડની કમાણી કરી હતી.

ડિરેક્ટર નેલ્સનની ફિલ્મ ‘જેલર’માં રજનીકાંત ટાઈગર મુથુવેલ પાંડિયનના રોલમાં છે. ફિલ્મમા, ટાઇગર એક ગ્રુપને રોકવાનો પ્રયાસ કરે છે જેનો ઉદ્દેશ્ય તેમના કેદ થયેલા નેતાને કોઈપણ કિંમતે જેલમાંથી બહાર લાવવાનો છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા, વિનાયકન, યોગી બાબુ, મોહનલાલ અને જેકી શ્રોફ પણ છે.


Spread the love

Related posts

IPLમાં DCને 224 રનનો ટાર્ગેટ:દિલ્હીની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં જ ટીમે ત્રીજી વિકેટ ગુમાવી; ચહરે સોલ્ટ પછી રોસોયુને આઉટ કર્યો

Team News Updates

‘કાંતારા: ચેપ્ટર 1’નો ફર્સ્ટ લુક 7 ભાષાઓમાં રિલીઝ:ભગવાન શિવ સમાન અવતારમાં જોવા મળ્યો ઋષભ શેટ્ટી, ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

Team News Updates

Sports:અરશદ નદીમ ગોલ્ડ મેડાલિસ્ટ પાકિસ્તાનનો,લશ્કરના આતંકવાદી સાથે જોવા મળ્યો

Team News Updates