જૂનાગઢ વેપારી પરિવારે ઘર આંગણે કર્યુ રાવણ દહન નું આયોજન

0
194

ઘર આંગણે આવી પરંપરા જાળવી રાખતો લગભગ પ્રથમ પરિવાર

જૂનાગઢ હાલમાં કોરોના મહામારી ના કારણે પ્રશાસન અને તંત્ર દ્વારા જાહેર કાર્યક્રમ મોકૂફ રાખવા આદેશો કરવામાં આવેલ જે અનુસંધાને જૂનાગઢ ના એક પરિવારે જણાવેલ કે સરકારના આદેશ મુજબ રાસ-ગરબાનું જાહેર આયોજન બંધ રાખી ઘરઆંગણે ગરબા રમવાનું ઘણા પરિવારે આયોજન કરી માતાજીની આરાધના કરી પરંપરા જાળવી રાખેલ તેમાંથી પ્રેરણા લઈને ચોટલિયા પરિવાર ના રૂશાંતભાઈ તથા તેમના ધર્મપત્ની વૈશાલી બેન દ્વારા બે દિવસ મહેનત કરી રાવણની ચાર ફૂટ ની પ્રતિમા બનાવેલ જેને દશેરા ની સાંજે તેમના ઘર આંગણે સ્નેહી મિત્રો ની હાજરીમાં રાવણ દહનનું આયોજન કરી અનોખી પરંપરા શરૂ કરવાની સાથે હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવી હતી

આ તકે પરિવારના મોભી અને અગ્રણી વેપારી કિશોરભાઈ ચોટલિયા એ જણાવ્યું હતું કે રાવણ ખૂબ જ શક્તિશાળી શિવ ભક્ત હતા પરંતુ તેનામાં અહંકાર અને અભિમાન અને આસુરી શક્તિ હતી જેના કારણે તેનો ભગવાન શ્રીરામના હાથે પરિવાર સાથે વિનાશ થયો હતો આ પ્રસંગ માથી આપણે પણ પ્રેરણા એ લઈએ કે આપણામાં રહેલ અહંકાર,અને અભિમાન રુપી રાવણ નું દહન કરી ભગવાન શ્રીરામ ના જીવનચરિત્ર માંથી ધૈર્ય સંયમ ત્યાગ જેવા સદગુણોનું આચરણ કરવું જોઈએ

આ રાવણ દહન કાર્યક્રમ માં તેમના પરિવાર સાથે સ્નેહી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ મેયર ધીરુભાઈ ગોહેલ ના ના પુત્ર વિવેક ગોહેલ પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પરિવાર ના વિચારો સાથે તેમની આગવી પહેલ ને બિરદાવી હતી.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here