ગોંડલ સબ જેલ કેદીઓ માટે “બગીચો” બની ગયેલ હોય થોડા દિવસો પહેલાં જ ઝડતી સ્કોડે દરોડો પાડી મોબાઈલ તેમજ જેલની અંદર ખાણીપીણીની મિજબાની માણતા કેદીઓને તેમજ બહારથી આવેલા માણસો ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલ માં થોડા દિવસો પહેલા ઝડતી સ્કોડે દરોડો પાડી કુંડાળું વળી ભોજનની મિજબાની માણતા કેડીઓ અને બહારથી આવેલા તેમના માણસોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા સન્નાટો મચી જવા પામ્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાતો પડવા જોઈએ તેની સામે જેલમાં ફરી મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણ ઝડતી સ્કોડ ને થતા સુબેદાર હિતેન્દ્ર કુમાર પટેલ, રિઝવાનભાઈ ગોરી, વિક્રમસિંહ ઠાકોર, કમલેશભાઈ ગરૈયા, રણજીતજી ઠાકોર તેમજ સુરપાલસિંહ સોલંકી સહિતનાઓએ રાત્રિના સમયે જેલમાં દરોડો પાડી તપાસ હાથ ધરતા યાર્ડ નંબર 1, બેરેક નંબર 202 ના પાછળના ભાગે સંડાશ ની કુંડી ની અંદર પ્લાસ્ટિકના ઝબલા માં વીંટી છુપાવી રાખેલી સેમસંગ કંપનીનો એક મોબાઇલ ઝડપી લીધેલ હતો અને સિટી પોલીસમાં ઇન્ડિયન પીનલ કોડ કલમ 188 તથા પ્રિઝન એકટ ની કલમ 42 43 અને 45 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.