રાજકોટના વેપારીએ વોટ્સઅપ ડીપીમાં પૂર્વ પ્રેમિકાનો ફોટો મૂકી અંદર લખ્યું ‘આમાં શું કાઢી લેવાનું…આ છે કળિયુગની દ્રૌપદી’, પોલીસે ધરપકડ કરી

0
309

રાજકોટ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ વેપારી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી

  • ખરાબ વર્તન કરવા માંડતા યુવતીએ સંબંધ પુરો કરી દેતા વેપારીને ગમ્યું નહોતું

રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં રહેતા અને લુહારી કામનું કારખાનું ધરાવતા હિતેષ પ્રવીણભાઈ પિત્રોડાએ પોતાના વોટ્સઅપ ડીપીમાં પૂર્વ પ્રેમિકાનો ફોટો મૂકી અંદર લખ્યું હતું કે, આમાં શું કાઢી લેવાનું…આ છે કળિયુગની દ્રૌપદી. હિતેષને આઠ વર્ષ પહેલા આ યુવતી સાથે પ્રેમ થયો હતો. પરંતુ બાદમાં દોઢ વર્ષ પહેલા યુવતીએ તેની સાથે પ્રેમસંબંધ પુરો કરી દેતા હિતેષ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આ અંગે યુવતીએ રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા હિતેષની ધરપકડ કરી છે.

યુવતીએ પ્રેમસંબંધ પુરો કરી દેતા હિતેષે શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું
એ-ડિવીઝન પોલીસે યુવતીની ફરિયાદ પરથી હિતેષ સામે IPC 354 (એ) (ડી), 509, 506 (2), આઇટી એક્ટ 2000ની કલમ 67 મુજબ ફરિયાદીને બદનામ કરવા તથા જાતીય સહવાસ બાંધવા પ્રયાસ કરી તેમજ મોબાઇલમાં વ્હોટ્સએપ ડીપીમાં ફરિયાદીના અશ્લીલ ફોટા રાખી તેણીનું નામ લખી બિભત્સ અભદ્ર કોમેન્ટ કરી લાજ લેવાના ઈરાદે અપશબ્દો ઉચ્ચારી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં હું પરિવાર સાથે રહું છું. આઠેક વર્ષ પહેલા હિતેષ પિત્રોડા સાથે ઓળખાણ થઇ હતી. એ પછી તે મને અવાર-નવાર ફોન કરતાં હતાં અને એ કારણે અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢેક વર્ષ આ સંબંધ ચાલ્યો હતો. ત્યારબાદ હિતેષ મારી સાથે ખરાબ વર્તન કરવા માંડ્યો હોય મેં સંબંધ મૂકી દીધો હતો. તેને આ ગમ્યું નહોતું. એ પછી તે મને શારીરિક અને માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો. મારા ઘર પાસે આવી મારા નામની અત્યંત ખરાબ ગાળ બોલી મોટે મોટેથી શેરીમાં બૂમો પાડવાનું પણ તેણે શરૂ કર્યુ હતું.

હિતેશ પોતાના વોટ્સએપ ડીપીમાં અવારનવાર યુવતી વિશે ખરાબ કોમેન્ટ લખતો હતો
એકવાર હિતેષે મને ફોન કરતાં મેં રિસીવ ન કરતાં રાતે દસેક વાગ્યે હું પરિવારજનો સાથે ઘરે હતી ત્યારે હિતેષ ઘરે આવી ગયો હતો અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે, તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જીવવા નહીં દઉં તેમ કહી ધમકી આપી ખરાબ માંગણી કરી હતી. એ પછી તે અવાર-નવાર મારા ઘર પાસે આવી ગાળ બોલી મોટે મોટે બૂમો પાડી આજુબાજુના બધા સાંભળે એ રીતે બોલી બદનામ કરતો હતો. આ ઉપરાંત તે પોતાના મોબાઇલમાં મારા ફોટા મૂકી તેમાં લખતો કે આમા શું કાઢી લેવાનું છે? આ ઉપરાંત મારા એક સ્વજનના નામ સાથે એક સ્ત્રીનો ફોટો રાખી તેમાં મારું નામ લખી કોમેન્ટ લખેલ કે કલિયુગ કી દ્રૌપદી કે સાથ. આ રીતે તે અવાર-નવાર પોતાના વ્હોટ્સએપ ડીપીમાં ખરાબ કોમેન્ટ રાખી બદનામ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here