શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ગોધરાનાં શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તા.૬/૧૧/૨૦૨૦ નાં રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઓન લાઈન ચેસ સ્પર્ધાનું સર્વ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું.અત્રે નોંધનીય છે કે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ચેસ ઇવેન્ટ સિવાય ઓન લાઈન માધ્યમથી કોઈપણ સ્પર્ધાનું આયોજન કરવામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મોખરાના સ્થાને છે.
સ્પર્ધાના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન પદે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવેર્સિટીનાં કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા અને અતિથી વિશેષ તરીકે ગુજરાત યુનિવેર્સિટીનાં પૂર્વ શારીરિક શિક્ષણ નિયામક ડો.ભગવતસિંહ વનાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અધ્યક્ષપદે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાનાં કુલપતિશ્રી માન. પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે મંચ શોભાવ્યો હતો.
કાર્યક્રમના આરંભે સમગ્ર ઓન લાઈન ચેસ સ્પર્ધાના સંયોજક અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદના શારીરિક શિક્ષણ નિયામક બહાદુરસિંહ ગોહિલે મહેમાનોનું સ્વાગત કરતા સ્પર્ધાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેઓએ જણાવ્યું હતુકે આ સ્પર્ધામાં કુલ ૫૪ સ્પર્ધકોએ ગુગલ ફોર્મની મદદથી ઓન લાઈન રજિસ્ટ્રેશન કરી આયોજકોને ઉત્સાહિત કર્યા હતા. તેમજ સૌ સ્પર્ધકોની એક ટીમ બનાવી ચેસનાં સ્વીસ-૪૮ સોફટવેરની મદદથી સમગ્ર સ્પર્ધાના ૦૫ રાઉન્ડનું આયોજન સ્પર્ધાનાં ચીફ આર્બિટર ડો.જગજીતસિંહ ચૌહાણ અને હરેશ મુરજાની દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
પોતાના પ્રતિભાવ આપતા ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ શા.શિ.નિયામક ડો.ભગવતસિંહ વનારે જણાવ્યું હતું કે ઓનલાઈન વેબિનાર,વ્યાખ્યાન અને અન્ય કાર્યક્રમો વચ્ચે કોઈપણ સ્પર્ધા ઓનલાઈન આયોજિત થઈ હોય એ સૌ પ્રથમવાર બની રહ્યું છે જે માટે હું યુનિ.અને આયોજકોને અભિનંદન પાઠવું છુ અને મને આ સ્પર્ધાનો એક ભાગ બનાવવા બદલ આનંદ અનુભવું છુ. મને આશા છે કે આવા આયોજનોથી ચેસ રમતની પ્રસિદ્ધિ તેમજ સ્પર્ધકોનો ઉત્સાહ ચોક્કસ વધશે.
મુખ્ય મહેમાનશ્રી ડો.અર્જુનસિંહ રાણાએ આ ઓનલાઈન ચેસ સ્પર્ધાના આયોજનના માધ્યમથી પોતાના બંને ગુરુ ડો.વનાર અને ડો.પ્રતાપસિંહ સાથે મંચ શોભાવવાના આ અવસરને પોતાના સ્થાન પરથી ઉભા થઇ હરખભેર વધાવ્યો હતો તેમજ આવા સુંદર આયોજન બદલ યુનિ.ને ખુબ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ યુંનિ.નાં શા.શિ.વિભાગને અને સ્પર્ધાના સંયોજક બહાદુરસિંહ ગોહિલને તેમજ યુનિ.નાં કાર્યકારી નિયામક અશ્વિનભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
અધ્યક્ષીય ઉદબોધન કરતા કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ શા.શિ.વિભાગને શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ગોધરાને સૌ પ્રથમવાર ઓનલાઈન ચેસ સ્પર્ધાના આયોજનનું ગૌરવ અપાવવા બદલ હરખ વ્યક્ત કર્યો હતો તેમજ આયોજન સમિતિના સૌ સદસ્યોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ શ્રી ડો. અનિલ સોલંકીએ કાર્યક્રમમા ઉપસ્થિત રહી સફળ બનાવનાર સર્વેનો આભારનો આભાર માન્યો હતો.
સ્પર્ધાના 5 રાઉન્ડ ના અંતે નીચે મુજબ પરિણામ પ્રાપ્ત થયું હતું. પ્રથમ :- કાયદાવાલા અબ્બાસ એમ.(નવજીવન આર્ટ્સ & કોમર્સ કોલેજ.દાહોદ).
દ્વિતીય :- પટેલ ધ્રુવ (એમ.કે સંઘવી મેડિકલ કોલેજ મિયાગામ કરજણ).
તૃતિય :-ઉસમાની અયાનએહમદ એ (શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમીઓપેથીક મેડિકલ કોલેજ,કરજણ) સર્વે વિજેતાઓને યુનિવર્સિટી પરિવાર અને શારીરિક શિક્ષણ વિભાગે અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ