News Updates
NATIONAL

દેશભરમાં કડકડતી ઠંડીનો ચમકારો:આ વીકએન્ડ સુધીમાં ઠંડી વધશે, આગામી 24 કલાકમાં MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહીત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા

Spread the love

દેશમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહીત રાજ્યના ઘણા શહેરોમાં રવિવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. જેના કારણે આ રાજ્યોમાં ઠંડીમાં અચાનક વધારો થયો છે. રવિવારે કેટલાક રાજ્યોમાં વરસાદ પડ્યા બાદ સોમવારે કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે.

રાજસ્થાનમાં દિવસના તાપમાનનો પારો 8 ડિગ્રી અને દિલ્હીમાં 10 ડિગ્રી ગગડ્યો છે. તેમજ, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું. આના એક દિવસ પહેલા અહીં પારો શૂન્યથી એક ડિગ્રી ઘટ્યો હતો.

આ તરફ રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા છે. અહીં વીજળી પડવાથી 20 લોકોના મોત થયા છે. જેમાં દાહોદમાં 4, ભરૂચમાં 3, તાપીમાં 2, અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દ્વારકામાં એક-એકના મોત થયા છે.

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ અને દેશના દક્ષિણી રાજ્યોમાં વરસાદની સંભાવના છે. IMDએ આ સપ્તાહના અંત સુધીમાં દેશભરમાં ઠંડી વધવાની આગાહી કરી છે.

એક સાથે ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે હવામાનમાં પલટો આવ્યો હતો
IMD અનુસાર, હવામાનમાં આ ફેરફાર ચાર સિઝનલ સિસ્ટમ એક સાથે સક્રિય હોવાને કારણે થયો છે. દેશના ઉત્તર ભાગમાં દરિયાની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.

તેમજ સાયક્લોનિક સરક્યુલેશન પણ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે યથાવત છે. પશ્ચિમી પવન અને પૂર્વીય પવન દ્વારા રચાયેલી ટ્રફ લાઇન વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.


Spread the love

Related posts

આવતીકાલથી કેવડિયામાં યોજાશે ગુજરાત સરકારની 10મી ત્રિદિવસીય ચિંતન શિબિર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Team News Updates

જોશીમઠ બાદ ઉત્તરાખંડના વધુ એક શહેર પર જોખમ:નૈનીતાલ ધસી રહ્યું છે, 10 હજાર ઘર પર જોખમ તોળાઈ રહ્યું; 250 ઘર ખાલી કરાવાયા

Team News Updates

નવી સંસદ…નવો ડ્રેસ કોડ:બ્યૂરોક્રેટ્સ નેહરૂ જેકેટ પહેરશે, શર્ટમાં કમળની પ્રિન્ટ; માર્શલ મણિપુરી પાઘડી પહેરીને આવશે

Team News Updates