સૌરાષ્ટ્રનો પાટીલનો પ્રવાસ પાછો ઠેલાયો

0
150

૯મીએ ભાવનગરના પ્રવાસ પર પડદો, નવી તારીખ હવે જાહેર થશે : પ્રભારી કસવાલાની ઉપસ્થિતમાં શહેર સંગઠને કાર્યક્રમની રૂપરેખા ઘડી ત્યાં મોડી રાત્રે પાટીલ નહિ આવતા હોવાના મેસેજ છૂટ્યા

ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો આગામી તા. ૯ અને ૧૦ સપ્ટેમબરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો જેમાં રાત્રે મોડેથી અચાનક આ કાર્યકમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ એકાએક રદ થતા ભાજપ કાર્યકરોમાં ચર્ચાનો દૌર શરૂ થયો છે. અને પ્રવાસ મોફુક રહ્યો તેનું કારણ શોધવામાં સૌ લાગી પડ્યા છે.!

સી.આર.પાટીલના સૂચિત પ્રવાસને લઈ સંગઠન પ્રભારી મહેશ કસવાલાએ શુક્રવારે શહેર ભાજપ સંગઠન સાથે કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ અંગે વિગતો જાહેર કરી હતી ત્યા જ મોડી રાત્રે પાટીલનો પ્રવાસ પાછો ઠેલાયો હોવાના મેસેજ આવ્યા હતા.

ભાવનગરમાં નારી ચોકડીથી કાર રેલી દ્વારા સ્વાગત સન્માન બાદ શહેરભરમાં રેલી ફરે અને સરદારનગર ઓડિટોરિયમમાં કાર્યકરો સાથે મીલન મુલાકાત અને સંવાદ તેમજ પ્રબુદ્ધ નાગરિકોને પણ મળશે તેવો કાર્યક્રમ ઘડાયો હતો ત્યાં હાલ પ્રવાસ કાર્યક્રમ મોફુક રાખવામાં આવ્યો હોવાના વાવડ સાંપડ્યા છે, દરમિયાન શહેર ભાજપ પ્રવક્તાએ પુષ્ટિ કરી જણાવ્યું કે, અમરેલી અને બોટાદનો પ્રવાસ મોફુક રાખવામાં આવ્યો હોવાના મેસેજ છે, ભાવનગર માટે કોઈ સ્પષ્ટ સૂચના નથી પરંતુ બે દિવસમાં ભાવનગર સહિત ત્રણેય જિલ્લાનો પ્રવાસ ગોઠવાયો હતો તેમાં બાકીના બે જિલ્લાનો પ્રવાસ રદ કરાતા ભાવનગરનો કાર્યકમ પણ સ્વભાવિક જ મોફુક હોય જ. આ અંગે આજે સત્તાવાર સૂચના મળી જશે તેમ અમારૂ માનવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here