હાઉસફૂલમાં રોલ જોઈએ છે તો કપડા ઉતાર… મોડલએ સાજિદ ખાન પર મુક્યો આરોપ

0
251

વર્ષ 2018 માં મીટુ મૂવમેંટ દરમિયાન ફિલ્મમેકર સાજિદ ખાન પર ઘણી મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ પછી સાજીદને તેના ફિલ્મ પ્રોજેક્ટ્સમાંથી બહાર નીકળવું પડ્યું. તે સમય સાજિદ વિરુદ્ધ ભારે વિવાદ થયો હતો. તેવામાં હવે મોડેલ પાઉલાએ સાજિદ ખાન પર હૈરસમેંટનો આરોપ લગાવ્યો છે. તેણે આ ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

પાઉલાએ લખ્યું કે, ‘જ્યારે #METOO મૂવમેન્ટ શરૂ થઈ ત્યારે ઘણા લોકોએ સાજિદ ખાન વિશે ઘણું કહ્યું. પરંતુ ત્યારે આ વાત કરવાની હિંમત મારામાં ન હતી, કારણ કે બીજા એક્ટર્સની જેમ મારા કોઈ ગોડ ફાધર નથી અને મારા પરિવાર માટે કમાવાનું હતું તો હું ચુપ રહી.
 

‘હવે મારા માતા-પિતા મારી સાથે નથી. હું ફક્ત મારા માટે કમાઉ છું, તેથી મારી પાસે હિંમત છે કે હું કહી શકું કે 17 વર્ષની ઉંમરે સાજીદ ખાને મને હૈરેસ કરી હતી. પાઉલાએ વધુમાં લખ્યું કે ‘તેણે મને ક્યાંક ગંદી વાતો કહી, તેણે મને અડકવાનો પ્રયત્ન કર્યો. સાજીદે તેની હાઉસફુલ ફિલ્મમાં રોલ માટે કહ્યું કે હું તેની સામે મારા કપડા ઉતારું”

 
“ભગવાન જાણે કે તેણીએ કેટલી છોકરીઓ સાથે આવું કર્યું હશે. હવે હું આ વાત એટલે કહી રહી છું કારણ કે મને સમજાયું કે આ વાતે મને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. જ્યારે હું નાની હતી ત્યારે મેં ચુપ રહેવાનું પસંદ કર્યું. આવા લોકો જેલમાં હોવા જોઈએ, ફક્ત કાસ્ટિંગ કોઉચ માટે જ નહીં પરંતુ પોતાના મનોરંજન માટે અન્યના સપનાને તોડવા માટે.”

 
ઉલ્લેખનીય છે કે એક મહિલા પત્રકાર પહેલીવાર સાજીદ ખાન પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. ત્યાર પછી અભિનેત્રી સલોની ચોપડા, રશેલ વાઇટ, સિમરન સૂરીએ પણ ડિરેક્ટર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.  આ આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લઈને આઈએફટીડીએએ સાજીદને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here