આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મત્સ્યઉદ્યોગ વિકાસ માટે વ્યવસાય લક્ષી તાલીમ કાર્યક્રમ ફિશરીઝ કોલેજ વેરાવળમાં દ્વારા યોજવામાં આવ્યો.

0
97

ફિશરીઝ કોલેજ વેરાવળ દ્વારા વિદ્યાર્થીઓ માટે દેશ અને વિદેશના નામાંકિત તજજ્ઞોના વ્યાખ્યાન દ્વારા “ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મત્સ્યઉદ્યોગ વિકાસ ” વિષય પર પાંચ દિવસીય ઓનલાઈન વ્યવસાય લક્ષી તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન તા . ૨૧/૦૯/૨૦૨૦ થી ૨૫/૦૯/૨૦૨૦ દરમ્યાન કરવામાં આવ્યું હતું . ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે આવેલ ફિશરીઝ કોલેજ દ્વારા કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠા વ્યવસાય લક્ષી શિક્ષણ મળી રહે તે માટે જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના ઇન્સ્ટીટયુશનળ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનું ફિશરીઝ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ , આ ટ્રેઈનીંગ પ્રોગ્રામમાં વૈશ્વિક કક્ષાએ પ્રખ્યાત એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી , બેન્કોક – થાઈલેન્ડ , તેમજ ભારતની ખ્યાતનામ સંસ્થાઓ જેમ કે CIET- કોચીન , CMFRI- કોચીન , CAU- પૂસા , OFTRI- જયપુર , NIASM- પુણેના તજજ્ઞો તેમજ મલ્ટીનેશનલ કંપનીના જનરલ મેનેજર અને સફળ ઉદ્યોગપતિ દ્વારા જુદા – જુદા ૧૦ સેશનનું સફળ આયોજન કરવામાં આવેલ . આ ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનું સફળ આયોજન ફિશરીઝ કોલેજના ડો . કે.વી. ટાંક અને ડૉ . વી.સી. બજાણીયા દ્વારા જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના માન . કુલપતિશ્રી ડૉ . વી . સી . ચોવટીયાની પ્રેરણાથી અને અને કોલેજના વડા ડો . એ.વાય . દેસાઈના માર્ગદર્શન અનુસાર કરવામાં આવ્યું હતું . જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ દ્વારા બિરદાવવામાં આવેલ છે . ઉપરોક્ત કાર્યકમ યુટ્યુબમાં લાઈવ પણ પ્રસારિત કરવામાં આવેલ જે હાલ https://www.youtube.com/c/MotivationalMentorDrKetanTank પર ઉપલબ્ધ છે .

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here