વાહનચાલકોએ હવે લાઇસન્સ સાથે રાખવું નહીં પડે, સ્કૂલ ફીમાં માત્ર 25 %ની રાહત, મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં

0
224

ચાલો જોઈએ આજની ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બ્રીફ…

આજે ગુજરાતની આ 5 ઘટના પર રહેશે નજર

1. આજથી મીઠાઈના પેકેટ-બોક્સ પર એક્સપાયરી ડેટ ફરજિયાત, વાહનચાલકોએ હવે લાઇસન્સ સાથે રાખવું નહીં પડે
આજથી રાજ્યમાં અનેક નવા નિયમો લાગુ થયા છે, જે અંતર્ગત બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઈના બોક્સ કે પેકેટ પર ફરજિયાત મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ દર્શાવવી પડશે. જ્યારે વાહન ચલાવતી વખતે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જરૂર નહીં પડે, એની સોફ્ટ કોપી પણ માન્ય ગણાશે.

2. ટેકાના ભાવે મગફળી વેચવા આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ
ગુજરાત સરકાર આગામી 21 ઓક્ટોબરથી મગફળીની પ્રતિ મણ રૂ.1055ના ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદી માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. મગફળી ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે.

3. રાજ્યભરના BSNLના કર્મચારીઓ ભૂખહડતાળ પર ઊતરશે
આજે BSNLના 20મા સ્થાપના દિવસે દેશની સાથે સાથે ગુજરાતભરમાં જિલ્લા સર્કલ અને તાલુકા ઓફિસો પર BSNLના હજારો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ પ્રશ્નો અંગે કાળો દિવસ મનાવશે તેમજ દેશભરમાં ભૂખહડતાળનું એલાન પણ કર્યું છે.

4. સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક અને સાસણગીરનો દેવળિયા સફારી પાર્ક ખૂલશે
આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલો સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક ખૂલશે. એની સાથે સાથે અમદાવાદમાં કાંકરિયા અને સાસણગીરમાં આવેલા દેવળિયા સફારી પાર્ક સહિત સૌરાષ્ટ્રનાં પ્રાણી ઉદ્યાનો ખૂલશે. આ સ્થળોની મુલાકાત લેવા માટે પર્યટકોએ કોવિડ 19ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.

5. સમગ્ર એશિયા અને દેશમાં સૌથી વધુ સમય સુધી કોરોના સામે જંગ લડનારા ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ થશે
આજે સમગ્ર એશિયા અને દેશમાં સૌથી વધુ સમય સુધી કોરોના સામે જંગ લડનારા ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ થશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કોરોનાને માત આપી 101 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પરત ફરશે. 101 દિવસમાંથી તેઓ 51 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1. ખાનગી સ્કૂલ-સંચાલકો માત્ર 25 % જ ફી માફી આપશે, CBSE સહિતનાં તમામ બોર્ડને લાગુ પડશે
રાજ્ય સરકારે ગુજરાતની તમામ ખાનગી સ્કૂલોમાં આ

2. મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં, શેરી ગરબાનો નિર્ણય અનલોક-5ની ગાઇડલાઈન્સ પછી
ગુજરાતમાં આ વર્ષે વ્યાવસાયિક ધોરણે યોજાતા અર્વાચીન દાંડિયારાસને મંજૂરી આપવામાં આવશે નહીં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અનલોક-5ની ગાઈડલાઈન્સ પછી શેરી ગરબાનો નિર્ણય લેવાશે. અર્વાચીન દાંડિયારાસમાં જે રીતે હજારો લોકો એક મેદાનમાં એકત્ર થઈ નવરાત્રિ ઉજવણીનો આનંદ માણે છે એમાં માસ્કના નિયમનો ભંગ થઈ શકે છે અને એનાથી સંક્રમણનું જોખમ વધી શકે છે.​​​​​​​

ગોંડલમાં 2 ઇંચ વરસાદથી યાર્ડમાં મગફળીની ગૂણો પલળી.

ગોંડલમાં 2 ઇંચ વરસાદથી યાર્ડમાં મગફળીની ગૂણો પલળી.

4. રાજુલામાં 2 કલાકમાં પોણાચાર તો ખાંભામાં 1 કલાકમાં ત્રણ અને બાબરા પંથકમાં 1 કલાકમાં બે ઇંચ વરસાદ
​​​​​​​સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામે છે. રાજુલામાં 2 કલાકમાં પોણાચાર ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ખાંભામાં એક કલાકમાં ત્રણ અને બાબરા પંથકમાં કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં ઊભા પાકને અને તૈયાર થયેલી મગફળીને નુકસાન થયું છે. આ ઉપરાંત ગોંડલમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

4. અમદાવાદની 700 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનું NOC નથી, ચીફ ઓફિસરનું હાઇકોર્ટમાં સોગંદનામું
અમદાવાદની 2022માંથી હજુ 700 જેટલી હોસ્પિટલો પાસે ફાયર સેફ્ટીનું NOC નથી. જ્યારે 185 ટ્યૂશન ક્લાસ અને 450 હોટલ-રેસ્ટોરાં પાસે પણ ફાયરનું NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચીફ ફાયર ઓફિસરે હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં આ ઘટસ્ફોટ થયો હતો. મહામારીની આ સ્થિતિ થાળે પડે ત્યારે આવા તમામ એકમોને નોટિસ ફટકારી કાર્યવાહી કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5. રાજકોટની યુવતીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનો‘લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ન્યૂઝ ફોટોઝ’ અવૉર્ડ
​​​​​​​રાજકોટની હીરલ બરવડિયા નામની યુવતી કોહલીની ‘વિરાટ’ ફેન છે. હીરલને તાજેતરમાં જ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી ‘લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ફોટોઝ’ અવૉર્ડ મળ્યો છે. હીરલે છેલ્લાં 7 વર્ષમાં વિરાટ કોહલીના 1350 જેટલા યુનિક ફોટોઝ સહિત કુલ 3500થી વધુ ન્યૂઝ ફોટોઝ એકઠા કરી આ અવોર્ડ મેળવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here