વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના.

0
152
  • સી પ્લેન સેવા.એકતા પરેડ.હિરાબાની મુલાકાત. વર્ચ્યુઅલ સભા. અને અંબાજી દર્શન કાર્યક્રમોને અપાતો આખરી ઓપ: તમામ કાર્યક્રમો અંગે વડાપ્રધાન કાયર્લિયની કોઈ પુષ્ટિ નહીં


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 30 અને 31 એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે .જેને લઇને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી ના વડપણ હેઠળ મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. અત્યારે સંભવિત કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન તા. 30મી ગુજરાત આવશે .જેમાં માતા હીરાબા ની મુલાકાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ અને સી .પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે. તેમજ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન કરવા જાય તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિધાનસભાની આઠ બેઠકો પર તારીખ 3જી નવેમ્બરે મતદાન યોજાનાર છે જેને લઇને આઠે- આઠ મતક્ષેત્ર ને આવરી. લેતી એક વર્ચ્યુઅલ સભા પણ સંબોધી શકે છે.
સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે આ વખતે કોરોનાની મહામારી ને કારણે આ ઉજવણી ખૂબ જ મર્યિદિત લોકોની હાજરીમાં થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક મળી હતી.
રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદી તારીખ. 30ની રાત્રે ગાંધીનગર આવશે અને માતા હીરાબા ની મુલાકાત લઈ શકે છે . તારીખ 31મીએ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવી કેવડીયાકોલોની પહોંચશે .જ્યાં સરદાર પટેલના સ્ટેચ્યૂ ને પુષ્પાંજલિ અર્પણ કરી ને એકતા પરેડનું નિરીક્ષણ કરશે.
અત્યાર સુધી આ તમામ કાર્યક્રમોને લઈને વડાપ્રધાન કાયર્લિય દ્વારા કોઈપણ પ્રકારની પુષ્ટી આપવામાં આવી નથી .પરંતુ ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે .આ મુલાકાત પાછળ મુખ્યત્વે વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી પૂર્વે મતદારોને કોઈ સંદેશો આડકતરી રીતે આપવા માં આવે તેવી સંભાવનાઓ છે .કોરોનાની મહામારી ને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈપણ પ્રકારની જાહેર સભાને સંબોધન કરશે નહીં પરંતુ આ તમામ વિસ્તારોમાં વર્ચ્યુઅલ સભા કરે તેવી સંભાવના છે.
અત્રે નોંધવું જરૂરી છે કે ગૃહ સચિવ સંગીતા સિંહ પણ 31 ઓક્ટોબરે નિવૃત્ત થઇ રહ્યા છે આ કાર્યક્રમ તેમના માટે સરકાર નો અંતિમ કાર્યક્રમ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઇને ગુજરાતના રાજકારણમાં આ દિવસો દરમિયાન કોઈ મહત્વની જાહેરાત વડાપ્રધાન કક્ષાએથી કરવામાં આવે એવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પરિણામે આઠે વિધાનસભા ક્ષેત્રમાં જીત આસાન થઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here