જુનાગઢ ખોટા દસ્તાવેજ અને કુલમુખત્યારનામાંના ઉપયોગ કરી ખેતીની જમીન અપાવવાના બહાને ૩૪ લાખની છેતરપિંડી.

0
159

જુનાગઢ સહિત સોરઠ પંથકમાં હાલ મિલકત સંબંધી ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે આશરે એકાદ દસકા પહેલા પડતર હેસી એકર જમીનના સોદા માટે ફરિયાદી પાસેથી ચોત્રીસ લાખ કરતાં વધુ રકમની છેતરપિંડીની ફરિયાદ પોલીસ મથકે નોંધાવાતા પોલીસે આ સંદર્ભે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આકરી કાર્યવાહી શરૂ કરતાં ચકચાર વ્યાપી જવા પામી હતી.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી કરશનભાઇ ખીમજીભાઇ વીરપરીયા ઉ.વ.૫૫ રહે જનકપુરી એપાર્ટમેન્ટ, ઝાંઝરડા રોડ, જુનાગઢ વાળાએ પોલીસને વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯ ના જાન્યુઆરી માસના કોઇપણ દિવસે
ફરીયાદીના ધરે ,તેમજ તે બાદ મુળી સબ રજીસ્ટાર ઓફીસ ખાતે આરોપી કાન્તીભાઇ રમજીભાઇ નાંદપરા રહે.જુનાગઢ, પરેશભાઇ મહેતા એડવોકેટ એન્ડ નોટરીનું કામ કરનાર રહે.જુનાગઢ,દિનુભાઇ કાળુભાઇ ખાચર રહે.મેવાસા તા.ચોટીલા,દેવશીભાઇ ભુરાભાઇ રબારી, અને દાનાભાઇ ભુરાભાઇ રબારી રહે.બન્ને રાતડકી તા.સાયલા વાળાઓ સહિત કુલ પાંચ શખ્સો સામે પોલીસને વિગતો આપતા જણાવ્યું હતું કે આ આરોપી કાાન્તીભાઇ તથા એડવોકેટ પરેશ મહેતા એ ફરીયાદી પાસે આવી અને ફરીયાદીને ખેતીની જમીન વેચાતી લઇ આપવા માટેનું વચન અને વિશ્વાસ આપી પ્રથમ થી જ છેતરપીંડી વિશ્વાસધાત ફરીયાદી સાથે કરવાના ઈરાદે આરોપી કાન્તીભાઇ નાંદપરા,એડવોકેટ પરેશ મહેતા તેમજ મેવાસા ના દિનુભાઇ ખાચર નાઓ એ મળી આગોતરૂ આયોજન કરી ફરીયાદી તથા સાહેદો ને ખોટા કુલમુખત્યારનામા ના આધારે ખેતીની જમીન વેચવા માટેનું કાવતરૂ રચી અને ખોટું કુલમુખત્યારનામું બનાવવામાં આરોપી દેવશીભાઇ અને દાનાભાઈ રબારી નાઓ એ સાક્ષીઓ તરીકે સહીઓ કરી ખોટું કુલમુખત્યાનામું દસ્તાવેજ પાંચેય આરોપીઓ એ ઉભો કરી તે આધારે ફરીયાદી તથા સાહેદો ના નામે જુદા જુદા દસ્તાવેજો ખેતીની જમીનના સબ રજીસ્ટાર મુળીમાં કરી નોંધાવી અને આ દસ્તાવેજ ખોટો હોવા છતા કુલમુખત્યારનામા ના આધાર ખરા તરીકે ઉપયોગ કરી ફરી.તથા સાહેદો પાસેથી પડતર ૮૦ એકર જમીન પેટે કુલ રકમ રૂ.૩૪,૩૦,૦૦૦ ની મોટી રકમ લઇ તમામ આરોપીઓ એ ફરીયાદી તથા સાહેદો સાથે વીશ્વાસધાત છેતરપીંડી કરી ગુન્હો કર્યા બાબત ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૩૪ અન્વયે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરતાં આ વાતને લઇ ચકચાર વ્યાપી જવા પામી હતી બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઇ આર બી સોલંકી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here