News Updates
NATIONAL

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6

Spread the love

દિલ્હી-NCRમાં ભૂકંપ (Earthquake)ના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી ચાલુ રહ્યા. સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

દિલ્હી-NCRમાં ભૂકંપના ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા છે. સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપ (Earthquake )ના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 હતી. આ ભૂકંપ બપોરે 2.53 કલાકે આવ્યો હતો.સોમવારે સાંજે પૂર્વોત્તરના ચાર રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને ઉત્તર પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. જો કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જાન-માલના કોઈ નુકસાનના સમાચાર નથી.

ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

મેઘાલયમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અંદાજે 5.2 હતી. ભૂકંપના સૌથી વધુ આંચકા ઉત્તર પશ્ચિમ બંગાળ એટલે કે સિલિગુડી, દાર્જિલિંગ અને કૂચ બિહારમાં અનુભવાયા હતા. ત્રિપુરા અને આસામના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

કેન્દ્રબિંદુ મણિપુરથી અંદાજે 66 કિમી દુર

National Center for Seismologyમુજબ ભૂકંપ મોડી રાત્રે 11 કલાકે આવ્યો હતો. રિએક્ટલ સ્કેલ પર તેની તીવ્રતા અંદાજે 5.1 માપવામાં આવી હતી. તે ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરથી અંદાજે 66 કિમી દુર હતુ. જે મ્યાન્મારની પાસે સ્થિત છે. પરંતુ ભૂકંપના ઝટકા આસામની સાથે અરુણાચલ પ્રદેશમાં પણ મહેસુસ થયા છે.

હરિયાણામાં એક દિવસ પહેલા આવ્યો હતો ભૂકંપ

હરિયાણામાં એક દિવસ પહેલા ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક હતુ. રિએક્ટલ સ્કેલની તીવ્રતા 2.6 માનવામાં આવી રહી છે.ભૂકંપના આ આંચકા રાત્રે અંદાજે 11.26 મિનિટે આવ્યા હતા. ખાસ વાત એ છે કે ભૂકંપનું કેન્દ્ર ધરતીથી માત્ર 5 કિમી ઊંડે હતું. આ પહેલા પણ સપ્ટેમ્બર મહિનામાં રોહતકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


Spread the love

Related posts

મુખ્તાર ગેંગના શૂટર સંજીવની લખનઉ કોર્ટમાં હત્યા:વકીલના ડ્રેસમાં હુમલાખોરોએ ફાયરિંગ કર્યું; એક બાળક સહિત 4 લોકો ઘાયલ

Team News Updates

હવા ભરતી વખતે ટાયર ફાટ્યું, ડ્રાઈવર ઊછળ્યો CCTV:બસ સુરતથી ચુરૂ જતી હતી, બસ ચાલક હવામાં આઠ ફૂટ ઉછળીને જમીન પર પડ્યો, ઘટનાસ્થળે જ મોત

Team News Updates

અજિતના સમર્થકોને નવી ઓફિસની ચાવી ન મળી:અંદરના રૂમ હજુ પણ બંધ છે; શરદ પવાર NCPની બેઠકમાં પહોંચ્યા

Team News Updates