News Updates
INTERNATIONAL

આંતરરાષ્ટ્રીય મુસાફરી વખતે વિમાનમાં બાળકનો જન્મ થાય તો ક્યાંની નાગરિકતા મળશે?

Spread the love

દરેક દેશમાં નાગરિકતા માટે અલગઅલગ કાયદા હોય છે,કેટલાક દેશો એવા છે જે તેમની ધરતી પર જન્મેલા કોઈપણ બાળકને પોતાનો નાગરિક માને છે.સમગ્ર વિશ્વમાં ઈઝરાયેલ એકમાત્ર એવો દેશ છે જે ધર્મના આધારે નાગરિકતા આપે છે,તેનો અર્થ એ છે કે તમે વિશ્વમાં ક્યાંય પણ જન્મ્યા હોવ, જો તમે યહૂદી છો, તો તમને ઇઝરાયેલના નાગરિક ગણવામાં આવશે.

દરેક દેશમાં નાગરિકતા માટે અલગઅલગ કાયદા હોય છે,ખાસ કરીને બાળકની નાગરિકતાની વાત આવે તો ભારતમાં નિયમ છે કે બાળકના માતા-પિતા ભારતીય છો હોય તો, બાળક કોઇ પણ દેશમાં જન્મ લેશે તેને ભારતીય નાગરિકતા મળશે.વિશ્વના ઘણા દેશો આવા અલગ અલગ નિયમનું પાલન કરે છે, જ્યારે કેટલાક દેશો એવા છે જે તેમની ધરતી પર જન્મેલા કોઈપણ બાળકને પોતાનો નાગરિક માને છે.

જો તમારું બાળક અમેરિકા અથવા કેનેડા જેવા દેશમાં જન્મ્યું છે, તો તેને બિનશરતી ત્યાંની નાગરિકતા મળશે. આ સાથે જ ઈઝરાયેલ જેવા દેશો પણ છે જે પોતાના ધર્મના આધારે નાગરિકતા આપે છે. તેનો અર્થ એ છે કે તમે વિશ્વમાં ક્યાંય પણ જન્મ્યા હોવ, જો તમે યહૂદી છો, તો તમને ઇઝરાયેલના નાગરિક ગણવામાં આવશે. સમગ્ર વિશ્વમાં ઈઝરાયેલ એકમાત્ર એવો દેશ છે જે આ રીતે નાગરિકતા આપે છે.

જો બાળક વિમાનમાં જન્મે તો શું?

ધારો કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ એક દેશથી બીજા દેશમાં જઈ હોય, પરંતુ મુસાફરી દરમિયાન બાળકનો જન્મ થાય છે, તો તે બાળક કયા દેશનું નાગરિક ગણાશે? જ્યારે તમે અમેરિકા અથવા કેનેડા જેવા દેશમાં તમારા બાળકની નાગરિકતા મેળવવા માંગતા હોવ ત્યારે આ પ્રશ્ન ખાસ કરીને મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે અહીં બાળક આ ધરતી પર જન્મે તો જ તેને નાગરિકતા મળે છે.

શું કોઈ બાળકનો જન્મ વિમાનમાં થઈ શકે છે ?

સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું કોઈ બાળક ખરેખર વિમાનમાં જન્મી શકે છે. તો આ પ્રશ્નનો જવાબ હા છે, પરંતુ તે બિલકુલ અશક્ય છે. વાસ્તવમાં, હવાઈ મુસાફરી માટેના નિયમો અનુસાર, જો તમે 36 અઠવાડિયાના ગર્ભવતી હો, તો તમને હવાઈ મુસાફરી કરવાની મંજૂરી આપી શકાય નહીં. જો કે, કેટલીક કટોકટીની પરિસ્થિતિઓમાં અને કેટલીકવાર તબીબી કારણોસર, આ માટે પરવાનગી આપવામાં આવે છે.

કાયદો શું કહે છે

અલગ-અલગ દેશોમાં નાગરિકતા અંગે વિવિધ પ્રકારના કાયદા છે. જો આપણે અમેરિકાની વાત કરીએ અને ત્યાંના નાગરિકતા કાયદા પર નજર કરીએ તો વિદેશ મંત્રાલયના મેન્યુઅલ મુજબ જો કોઈ બાળકનો જન્મ વિમાનમાં થયો હોય અને તે સમયે વિમાન અમેરિકાના હવાઈ ક્ષેત્રમાં હોય તો તે બાળકને અમેરિકન નાગરિકતા મળશએ. જો કે, જો બાળકના માતા-પિતા એવા દેશના હોય કે જ્યાં લોહીના સંબંધના આધારે નાગરિકતા આપવામાં આવે છે, તો તેને પણ ત્યાંની નાગરિકતા મળશે.

જેમકે તમે ભારત અને અમેરિકાને જોડીને જોઇ શકો છો. એટલે કે, જો ભારતીય માતા-પિતાનું બાળક વિમાનમાં જન્મ્યું હોય અને બાળકના જન્મ સમયે તે વિમાન યુએસ બોર્ડર પર હોય, તો તે બાળક પાસે બંને દેશોની નાગરિકતા હશે અને હવે બાળક પર નિર્ભર છે કે તે દેશની નાગરિકતા લેવા માંગે છે.


Spread the love

Related posts

જેટ અથડાયું ફ્રાન્સમાં હાઇવે પર ઇલેક્ટ્રિક કેબલ સાથે:  દુર્ઘટનાના અડધા કલાક પહેલા જ ઉડાન ભરી, 3 લોકોનાં મોત

Team News Updates

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીની મોતની મજાક ઉડી:પોલીસે કહ્યું- આની ઉંમર 26 વર્ષની છે, લિમિટેડ વેલ્યુ હતી; 11 હજાર ડોલર આપી દઈએ એટલે કામ થઈ જશે

Team News Updates

SCOની વર્ચ્યુઅલ સમિટ, યુક્રેન-અફઘાનિસ્તાન પર સંભવિત ચર્ચા:મોદી અધ્યક્ષતા કરશે, પાકિસ્તાનના વડાપ્રધાન, રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ હાજરી આપશે

Team News Updates