News Updates
RAJKOT

સૌરાષ્ટ્રમાં પીવા માટે રાખ્યાનું રટણ:રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે પોષડોડા અને અફીણના જથ્થા સાથે વૃધ્ધને ઝડપી પાડ્યો

Spread the love

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામ નજીકથી રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ ટીમે પોષડોડા અને અફીણ સાથે મનુભાઈ સામતભાઈ ખાચર (ઉં.વ.67) નામના વૃધ્ધને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી વૃધ્ધે પોતાની પાસે આ માદક પદાર્થનો જથ્થો સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હોવાથી પીવા માટે રાખ્યાનું રટણ કર્યું હતું.

ખીસ્સામાંથી 50 ગ્રામ અફીણ મળી આવ્યું
રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોકકસ બાતમીના આધારે જસદણ પોલીસ મથકની હદમાં આવતાં ભડલી ગામ નજીકથી પસાર થયેલી સિલ્વર કલરની વેગનઆર કારને અટકાવી તલાશી લેતા પાછળથી 500 ગ્રામ ષોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે કારચાલક મનુભાઈના ખીસ્સામાંથી 50 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. આ બંને માદક પદાર્થ ઉપરાંત મોબાઈલ અને કાર મળી કુલ રૂ. 2.04 લાખનો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો.

NDPSની કલમો હેઠળ ગુનો દાખલ
પોલીસ પુછપરછમાં આરોપી હાલ ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાનું અને પીવા માટે માદક પદાર્થ સાથે રાખ્યાનું રટણ કરી રહ્યાં છે. જોકે, આ વાતમાં કેટલું તથ્ય છે, તેની ખરાઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીએ આ માદક પદાર્થ કોની પાસેથી લીધો હતો અને ખરેખર પીવા માટે લાવ્યા હતા કે વેચવા માટે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આરોપી વિરૂદ્ધ જસદણ પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Spread the love

Related posts

અડધી રાત્રે ગેસનો બાટલો સળગ્યો:રાજકોટના એક મકાનમાં અડધી રાતે આગ લાગતા અફરાતફરી મચી, ફાયર ફાઈટર જવાનોએ પાણીનો મારો ચલાવીને હાશકારો કરાવ્યો

Team News Updates

નવજાતનો મૃતદેહ કોણ દાટી ગયું?:રાજકોટના મહિકા ગામ પાસે 12 કલાક પહેલાં દાટેલો બાળકોનો શબ બહાર દેખાયો, કૂતરું જમીન ખોદતું હોવાનું રહિશોએ જોયું

Team News Updates

હજુ ત્રણ દિવસ વરસાદી સંકટ યથાવત રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે