કોઈપણ ખેલાડીનું રેન્કિંગ તેની રમતના પ્રદર્શનના આધારે નક્કી કરવામાં આવે છે. એ જોવામાં આવે છે કે, તેણે કેટલી મેચ જીતી છે કે પછી કેટલા રન બનાવ્યા છે. કે પછી કેટલી વિકેટ લીધી છે. તેમજ કોઈપણ સિરીઝમાં તેની સરેરાશ કેટલી હતી. દરેક મેચના પોઈન્ટ નક્કી કરવામાં આવે છે.
તમે સાંભળ્યું હશે કે આ ટીમ આઈસીસીના તમામ ફોર્મેટમાં નંબર વન બની છે. તેમજ ઓલરાઉન્ડર, બેટ્સમેન અને બોલરોનું પણ આઈસીસીનું રેન્કિંગ બહાર પાડવામાં આવતું હોય છે. ICC રેન્કિંગ સિસ્ટમ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ કે પછી ખેલાડીઓને ચોક્કસ રુપથી આંકવાની એક રીત છે. રેન્કિંગ ક્રિકેટના ત્રણ ફોર્મેટ એટલે કે, ટેસ્ટ મેચ, ઓડીઆઈ અને ટી 20 મેચ માટે નક્કી કરવામાં આવે છે. પુરુષ અને મહિલા ખેલાડીઓ માટે અલગ અલગ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે.
ખેલાડી કે પછી ટીમને મળનારી રેન્કિંગના આધાર પર ક્રમ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ઓવરઓલ સૌનું રેન્કિંગ બનાવવામાં આવે છે. એક ટેબલ દ્વારા તમામ ખેલાડીઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવે છે.
ICC રેન્કિંગ સિસ્ટમને સમજો
- જો ટેસ્ટ મેચમાં ભારતનું 120 રેટિંગ છે તો તેનો મતલબ એ થયો કે, તમામ 12 ટેસ્ટ મેચ રમનારી ટીમમાં ભારત પહેલા સ્થાને છે. એટલે કે, ભારતની રેન્કિંગ નંબર વન થઈ.
- ક્રિકેટ ખેલાડીઓની રેન્કિંગ નક્કી કરવા માટે આ પદ્ધતિની શોધ 1987માં કરવામાં આવી હતી. આના દ્વારા, વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને તેમની ઉપલબ્ધિઓ અનુસાર રેન્કિંગ આપવામાં આવે છે. જોકે, તે સમયે માત્ર બોલિંગ અને બેટિંગને જ રેન્કિંગ આપવામાં આવતી હતી
- પરંતુ ઘણી ખામીઓ જોવા મળ્યા બાદ ICCની નવી રેટિંગ આધારિત રેન્કિંગ સિસ્ટમ આવી.હવે ICCની રેન્કિંગ ત્રણેય ફોર્મેટમાં કરવામાં આવે છે. આ ઉપરાંત, બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર માટે વિવિધ શ્રેણીઓની રેન્કિંગ છે.
રેન્કિંગ સિસ્ટમનો આધાર
- ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે 0 થી 1000ના રેટિંગ પર આંકવામાં આવે છે.
- અહિ બેટ્સમેન અને બોલર બંને માટે સામાન્ય છે.
- ઓલરાઉન્ડર માટે સિસ્ટમ થોડી અલગ છે
- કોઈ ખેલાડી છેલ્લી મેચની તુલનામાં સારું પ્રદર્શન કરે છે, તો રેટિંગનો અંક વધી જાય છે
- દરેક મેચના અંતે ખેલાડીઓને નવી રેટિંગ આપવામાં આવે છે
- રેન્કિંગમાં ફેરફાર ODI અને T20 માટે દરેક સિરીઝના અંતે અને દેરક મેચ બાદ ટેસ્ટ મેચ બાદ રેન્કિંગ બદલાય છે.
- નવા ખેલાડીઓ માટે રેટિંગ 0 થી શરુ થાય છે
- જો કોઈ ખેલાડી એક મેચ ચૂકી જાય છે. તો તે દરેક મેચ માટે કેટલાક પોઈન્ટથી વંચિત રહે છે.
- જો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સંન્યાસ લે છે તો તેને લિસ્ટમાંથી દુર કરવામાં આવે છે
રેન્કિંગ અને રેટિંગમાં શું અંતર છે
આઈસીસીના ટેબલમાં ખેલાડીઓની સ્થિતિને રેન્કિંગ કહેવામાં આવે છે. જ્યારે રેટિંગનો મતલબ ખેલાડીઓના પોઈન્ટ હોય છે. અને રેટિંગ પોઈન્ટના આધાર પર જ રેન્કિંગ બને છે.
અહિએ જાણવું જરુરી છે કે, આઈસીસીની ટેસ્ટ લિસ્ટમાં તેમણે એ ખેલાડીઓને સામેલ કરવામાં આવે છે જે છેલ્લા 12-15 મહિના દરમિયાન ક્રિકેટ રમતા હોય છે. જ્યારે ODI અને T20 માટે 9-12 મહિનાનો સમય નક્કી કરવામાં આવે છે.