News Updates
NATIONAL

વધુ એક ભારતીય યુવતીએ લગ્ન માટે બોર્ડર ક્રોસ કરી:પાકિસ્તાન પહોંચી તો પ્રેમીએ લગ્ન માટે ના પાડી, બંને વ્હોટસએપ દ્વારા કોન્ટેક્ટમાં આવેલાં

Spread the love

જમ્મુના પૂંછ જિલ્લાની 22 વર્ષની યુવતીએ વ્હોટસએપ પર એક યુવક સાથે લગ્ન કરવા સરહદ પાર કરી. તે તેની બે પુત્રીઓ સાથે પાકિસ્તાન પહોંચી હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ યુવકે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જ્યારે મહિલાના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી તો પોલીસ તપાસ દરમિયાન મામલો સામે આવ્યો.

જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે જણાવ્યું હતું કે મહિલાનું નામ શબનમ છે અને તેના લગ્ન પૂંછના સાલ્ટોરીના રહેવાસી ગુલામ નબી સાથે થયા છે. તે પૂંછ જિલ્લાના ખાદી કરમાડા વિસ્તારમાં રહેતી હતી, જે નિયંત્રણ રેખા પાસે છે. મહિલાને બે દીકરીઓ છે જેમાં એક 4 વર્ષની અને બીજી 1.5 વર્ષની છે.

આ પહેલા પણ પ્રેમ અને લગ્ન માટે સરહદ પાર કરવાના કિસ્સા સામે આવ્યા છે. ગયા વર્ષે પાકિસ્તાનની એક મહિલા સરહદ પાર કરીને દિલ્હીના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી.

કાકા-કાકી મારફત યુવક સાથે સંપર્ક થયો હતો
પોલીસે માહિતી આપી હતી કે મહિલાના પાકિસ્તાનમાં ત્રણ કાકા અને એક કાકી છે. તે વ્હોટસએપ કોલ દ્વારા એક યુવકના સંપર્કમાં હતી, જેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. યુવક સાથે લગ્ન કરવા માટે મહિલા પૂંછના રંગાર નાળા વિસ્તારમાંથી પાકિસ્તાન ગઈ હતી.

દિલ્હીના યુવક માટે સીમા પાકિસ્તાનથી આવી હતી
13 મે, 2023ના રોજ પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદરે દિલ્હીના સચિન નામના યુવક સાથે લગ્ન કરવા સરહદ પાર કરી. સીમા તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી હતી અને સચિન સાથે લગ્ન કરીને તેની સાથે રહેવા લાગી હતી.

જ્યારે પોલીસને આ બાબતની માહિતી મળી તો બંનેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા. જોકે બે દિવસ બાદ કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યા હતા.

PUBG રમતા ફેન્ડશિપ થઈ
સીમા હૈદરને કોર્ટમાંથી જામીન મળી ગયા હોવા છતાં ભારતમાં ગેરકાયદેસર પ્રવેશના કારણે સીમા હૈદર સુરક્ષા એજન્સીઓના નિશાના પર આવી ગઈ હતી. આ પછી તપાસ સતત ચાલુ રહી.

તપાસમાં જાણવા મળ્યું કે સચિન અને સીમા 2020માં PUBG ગેમ રમતી વખતે મિત્રો બની ગયા હતા. મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ અને બંને નેપાળમાં મળ્યા. આ પછી તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું અને સીમા તેના બાળકો સાથે દિલ્હીના નોઈડા આવી ગઈ. જો કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

સીમા હૈદરનું ભારતમાં રહેલું માત્ર 2 સંજોગોમાં જ શક્ય છે
ભારતમાં આવતા પાકિસ્તાની નાગરિકો માટે 10 પ્રકારના વિઝા આપવામાં આવે છે. જો ભારત સરકાર આ 10 વિઝિટર વિઝામાંથી એક હેઠળ સીમા હૈદરને વધુમાં વધુ 2 વર્ષ માટે વિઝા આપે છે, તો તેના ભારતમાં રહેવાની શક્યતાઓ વધી જશે. લાંબા ગાળાના વિઝાને ભારતીય નાગરિકતા મેળવવાનું પ્રથમ પગલું માનવામાં આવે છે. આ નિર્ણય ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે.

તે જ સમયે, જો કોર્ટ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સીમા અને સચિનના લગ્નને માન્ય કરે છે, તો તેના ભારતમાં રહેવાની શક્યતા વધી ​​​​​​​જશે. આ પછી તેના માટે નાગરિકતા મેળવવી સરળ બની જશે.


Spread the love

Related posts

Weather:દ. ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના,તાપમાનમાં વધારો પવનોની દિશા બદલાતા બફારા સાથે

Team News Updates

32 વર્ષની લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા:56 વર્ષના પાર્ટનરે કટરથી મૃતદેહના ટુકડા કરી કૂકરમાં બાફ્યા, પછી કૂતરાઓને ખવડાવી દીધા, મુંબઈમાં શ્રદ્ધા મર્ડર કેસ રિપીટ થયો

Team News Updates

હૈદરાબાદમાં આજે પ્રિયંકા ગાંધીની જાહેર સભા:યુવા મેનિફેસ્ટો જાહેર કરશે; રોજગાર અને બેરોજગારી ભથ્થું આપવા જેવા વચનો આપી શકે છે

Team News Updates