વુમન્સ પ્રીમિયર લીગની શરુઆત થવાને હવે માત્ર કલાકો બાકી છે. ત્યારે આપણે આ લીગના 5 ટીમોના કેપ્ટન વિશે જાણીએ. તો આ લીગમાં 2 ભારતીય અને 3 વિદેશી ખેલાડીઓને કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ ખાસ વાત તો એ છે કે, ત્રણેય ખેલાડી વિદેશી છે અને એ પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે.
WPL (વુમન્સ પ્રીમિયર લીગ)ની શરુઆત 23 ફેબ્રુઆરીથી થઈ રહી છે. વુમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની પેહલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. વુમન્સ પ્રીમિયર લીગ 2024માં 5 ટીમો વચ્ચે કુલ 22 મેચ રમાશે. તો આપણે વુમન્સ પ્રીમિયર લીગની કેપ્ટનો વિશે વાત કરીએ.
દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ છે.દિલ્હી છેલ્લી રનર અપ હતી અને તે આ વખતે ટ્રોફી જીતવા માંગશે. આ સિઝનમાં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 11-11 મેચ રમાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની નવી સીઝનની શરૂઆત પહેલાપ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અમારી ટીમ ખુબ મજબુત છે.
સૌથી પહેલા આપણે ગુજરાત જાયન્ટસના કેપ્ટનની વાત કરીએ તો ટીમની કેપ્ટન બેથ મૂનીને આપવામાં આવી છે. ગુજરાતની ટીમ 2023માં પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ગત્ત વર્ષે બેથ મૂની ઈજાગ્રસ્ત હોવાથી ભારતની ઓલરાઉન્ડર સ્નેહા રાણાએ ટીમનું નેતૃત્વ કર્યું હતુ.
હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ WPLની પ્રથમ સિઝનની વિજેતા ટીમ બની હતી. હવે તે પોતાના ટાઇટલનો બચાવ કરવા મેદાનમાં ઉતરશે. ટૂર્નામેન્ટની તમામ 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે.
વુમન્સ પ્રીમિયર લીગ શરુ થવાની સૌ કોઈ રાહ જઈ રહ્યા છે. હવે તે સમય આવી ગયો છે. ત્યારે ટીમની તમામ કેપ્ટનો પણ પોતાની ટીમ સાથે તૈયાર છે.યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલી છે. આ લીગની તમામ મેચ રાત્રે 7: 30 કલાકે શરુ થશે.