News Updates
SURAT

11 લાખ રૂદ્રાક્ષનું 35 ફૂટ ઊંચું શિવલિંગ:સુરતમાં દ. ગુજરાતનું સૌથી મોટું રૂદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું, કાશીના ઋષિકુમારો રૂદ્રાભિષેક કરશે; હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થશે

Spread the love

રાજ્યભરના શિવાલયોમાં વહેલી સવારથી જ મહાશિવરાત્રી પર્વની ધામધૂમભેર ઊજવણી ચાલી રહી છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં અદભુત 35 ફૂટ ઉંચા રુદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેપાળથી 11 લાખ રુદ્રાક્ષ મંગાવી તેનો ઉપયોગ કરી આ મહાકાય શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. સતત ત્રણ દિવસ સુધી શિવભક્તો માટે અહીં અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

35 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવા નેપાળથી રુદ્રાક્ષ મંગાવ્યા
માત્ર સુરતમાં જ નહીં પરંતુ, દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર 35 ફૂટ ઊંચું રૂદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગના નિર્માણ માટે નેપાળથી 11 લાખ રૂદ્રાક્ષ મંગાવવામાં આવ્યા હતા અને કાઠમંડુથી 25 કારીગરોની ટીમ બોલાવવામાં આવી હતી. આ મહાકાય શિવલિંગને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી કરાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ મહાકાય શિવલિંગની ત્રણ દિવસીય મહારુદ્રાક્ષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શિવલિંગ પર હેલિકોપ્ટરથી થશે પુષ્પોની વર્ષા
ગોડાદરામાં આવેલા આસ્તિક ગ્રાઉન્ડ ખાતે આજથી અનેક ધાર્મિક કાર્યકમોની શરૂઆત થશે. શિવલિંગની મહારુદ્રાક્ષ પૂજા દરમિયાન હેલિકોપ્ટરથી શિવલિંગ પર પુષ્પોની વર્ષા કરવામાં આવશે. આ અદ્ભુત નજારો શિવભક્તો માટે જોવાલાયક હશે. કાશીથી આવેલા વેદ-વાંચનારા ઋષિ કુમારો દ્વારા શિવલિંગનો રુદ્રાભિષેક કરવામાં આવશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન રામભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મહારુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા.

ત્રણ દિવસીય મહારુદ્રાક્ષ પૂજાનું આયોજન
અહીં ત્રણ દિવસ સુધી દરરોજ સવારે રુદ્રાભિષેક, સાંજે આરતી અને ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહારુદ્રાભિષેક અને આરતી સાથે રૂદ્રાક્ષ શિવલિંગ પૂજાનું સમાપન થશે. તદુપરાંત ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નની અદભૂત ઝાંખી પણ તમામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મેદાનમાં સુશોભિત મંડપના પ્રવેશદ્વારમાંથી શિવ વિવાહની ઝાંખી નીકળશે અને સમગ્ર મંડપમાં ફરશે. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો બાબાની સ્તુતિ કરતી ટેબ્લો સાથે ચાલશે. તે સિવાય અયોધ્યાના આબેહૂબ રામ પંડાલ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.


Spread the love

Related posts

18 વર્ષની ઉંમરે જ 11 ગોલ્ડ અને 7 સિલ્વર મેડલ જીત્યા,કાનમાં ડિવાઇસ અને હાથમાં રાઇફલ લઈને,ગુજરાતી શૂટર ચમક્યો વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં

Team News Updates

 SURAT:પહેલીવાર સુરતમાં 47 વર્ષમાં રાણવ સાથે કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું પણ દહન થશે,40 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું બનાવે છે

Team News Updates

SURAT:સુરત મહાનગરપાલિકા બનાવતી ‘કાળું સોનું’ :ધાર્મિક સ્થળોએથી ફૂલો-હાર સહિતનો હજારો કિલો વેસ્ટ એકઠો કરી પ્લાન્ટમાં લઈ જવાય છે; અળસિયાના મળમાંથી બને છે ખાસ ખાતર

Team News Updates