News Updates
SURAT

VALSAD:વરસાદી માહોલ ભરઉનાળે:બીજા દિવસે પણ છુટાછવાયા વરસાદી છાંટા પડ્યા,ધરમપુર અને કપરાડા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ

Spread the love

રાજ્ય હવામન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં આવેલા અંતરિયાળ વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને સ્થાનિક લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં આવેલા અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં આજુબાજુમાં વિસ્તારમાં રહેતા લોકોએ એપ્રિલ માસની કાળઝાળ ગરમીમાં કમોસમી વરસાદ પડતાં બાળકોએ વરસાદની મઝા માણી હતી. કમોસમી વરસાદ પડતાં ધરમપુર અને કપરાડા વિસ્તારમાં પસાર થતા વાહનોની ગતિ ધીમી પેડી હતી. વાહન ચાલકોને પણ ભર ઉનાળે પડેલા વરસાદની મઝા માણી હતી.


Spread the love

Related posts

ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે, જાણો તેમના અન્ય કાર્યક્રમ

Team News Updates

  12 વર્ષીય બાળકનું માથુ રમતા-રમતા….લિફ્ટમાં ફસાતા મોત, ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો  માતા-પિતા માટે

Team News Updates

Tapi:પર્દાફાશ આંતર રાજ્ય સરકારી ખાતર કૌભાંડનો:400 જેટલી ગુણો સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી LCBએ કર્યો

Team News Updates