News Updates
MORBI

દ્વારકા દર્શન કરી પરત ફરતા મોરબીના પરિવારના બેના મોત,5 સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા:ટંકારા નજીક અકસ્માતમાં બે મહિલાના મોત

Spread the love

મોરબીનો રહેવાસી પરિવાર દ્વારકા દર્શન માટે ગયો હતો, જ્યાંથી પરત ફરી વેળાએ ટંકારાના લતીપર રોડ પર અલ્ટો કાર પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં કારમાં સવાર બે વૃદ્ધાના મોત થયા હતા તો બાળકો સહિત પરિવારના 5 સભ્યોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂટું રામકો વિલેજમાં રહેતો બારોટ પરિવાર દ્વારકા દર્શન કરવા ગયો હતો અને દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે આજે વહેલી સવારે ટંકારાના લતીપર રોડ પર અકસ્માત સર્જાયો હતો. અલ્ટો કાર પલટી મારી જતા રોડની નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાં કારમાં સવાર નિર્મળાબેન બારોટ અને ગૌરીબેન રેણુકાના કરુણ મોત થયા હતા.

કારમાં સવાર શક્તિભાઈ બારોટ તેના પત્ની જલ્પાબેન બારોટ, આસ્થા બારોટ, તુલશીબેન શક્તિભાઈ અને જીનલબેન શક્તિભાઈ એમ પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના બનાવને પગલે ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

MORBI:જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી,મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવા અંગે માગ્યો ખુલાસો

Team News Updates

Morbi:સામૂહિક આપઘાત મોરબીમાં: ઘરમાં ગળાફાંસો ખાધો,વેપારીએ પત્ની અને તેના દીકરા સાથે,સુસાઈડ નોટમાં અંગત કારણોસર આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ

Team News Updates

કપિરાજને પણ પાણીપૂરીનો ચસકો લાગ્યો:પાણીપૂરીની લારી જોઈ કપિરાજના મોઢામાં પાણી આવી ગયું, અનેરું દૃશ્ય જોવા લોકો ટોળે વળ્યા

Team News Updates