જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે બપોરે 3 વાગ્યાના અરસામાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. બપોરે સવા ત્રણથી સાડા ત્રણ વચ્ચે બે આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળા નજીક નોંધાયું હતું.
જૂનાગઢ શહેરમાં આજે બપોરે 3 વાગ્યાને 14 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેની તિવ્રતા 3.7 રિકટર સ્કેલની નોંધાઈ છે. ત્યારબાદ ચાર મિનિટના અંતરે બીજો આંચકો નોંધાયો હતો, જેની તિવ્રતા 3.4 રિકટર સ્કેલનો નોંધાયો હતો. બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળા પાસે નોંધાયું હતું.
આજે બપોરે આવેલૂ ભૂકંપના બે આંચકાનો અનુભવ જૂનાગઢ શહેર ઉપરાંત સાસણ પંથકના લોકોએ પણ કર્યો હતો.