News Updates
RAJKOTSAURASHTRA

હજુ ત્રણ દિવસ વરસાદી સંકટ યથાવત રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

Spread the love

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધશે.

રાજ્યમાં હજી પણ માવઠાનું સંકટ યથાવત રહેશે. ખેડૂતોના માથે હજી ત્રણ દિવસ માવઠાના વાદળ ઘેરાયેલા રહેશે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધશે. આગામી 48 કલાકમાં તાપમાનના પારામાં 2થી ચાર ડિગ્રીનો વધારો થશે.

હવામાન વિભાગે આગામી દિવસમાં ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે. આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધવાની આગાહી છે.


Spread the love

Related posts

રાજકોટમાં મહિલા દિવસે અનોખું સત્કાર્ય:સરકારી હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને સોનાની ચૂંક, રૂ.100 અને ગુલાબનું ફૂલ આપી વધામણાં કરાયા

Team News Updates

ભરઉનાળે ધોધ જીવંત બન્યો:કચ્છના લખપતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ કુંડી ધોધમાં ખળખળ પાણી વહેતા થયા, ધોધના નયનરમ્ય દૃશ્યો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

Team News Updates

પિતાનું વહાલ મોતનું કારણ બન્યું:લિંબાયતમાં ત્રણ માસની પુત્રીને પિતાએ રમાડતાં રમાડતાં હવામાં ઉછાળતાં પંખા સાથે ટકરાઈ, બાળકીના મોતથી પરિવારમાં શોક

Team News Updates