News Updates
NATIONAL

ગોલ્ડન ટેમ્પલ પાસે બ્લાસ્ટ કરનારની પ્રથમ તસવીર:બ્લાસ્ટ કર્યા પછી તેઓ સૂઈ ગયા હતા; અત્યાર સુધીમાં 5ની ધરપકડ, 8 બોમ્બ પણ મળી આવ્યા

Spread the love

પંજાબમાં અમૃતસરના સુવર્ણ મંદિરમાં લગભગ 5 દિવસમાં ત્રીજી વખત બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ રાત્રે 12.10 વાગ્યે સુવર્ણ મંદિરના લંગર હોલ પાસે થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઈ હતી. ગોલ્ડન ટેમ્પલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસ રાત્રે જ ત્યાં પહોંચી અને બ્લાસ્ટ સ્થળને સીલ કરી દીધું. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળેથી સેમ્પલ લઈ રહી છે.

સર્ચ દરમિયાન ધર્મશાળાના CCTV ફૂટેજ પરથી બે શકમંદોની ઓળખ થઈ હતી. તેઓને આવતા-જતા જોઈ શકાય છે. તેમના ફોટા પણ સામે આવ્યા છે. પોલીસ સૂત્રો મુજબ, વિસ્ફોટ બાદ બંને ધર્મશાળાના વરંડામાં સૂઈ ગયા હતા. કહેવાય છે કે તેણે બોમ્બ છત કે બારીમાંથી ફેંક્યો હતો.

આ મામલે એક છોકરો અને એક છોકરી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી 8 બોમ્બ મળી આવ્યા છે. આ છોકરા-છોકરીઓ ધર્મશાળાના રૂમ નંબર 225માં રોકાયાં હતાં. તેમની પાસેથી એક શંકાસ્પદ બેગ પણ મળી આવી છે. બંને ગુરદાસપુરના રહેવાસી છે. આ પહેલા શનિવાર અને સોમવારે બ્લાસ્ટ થયા હતા. આમાં ફટાકડાના દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગોલ્ડન ટેમ્પલ પાસે 5 દિવસમાં ત્રીજો બ્લાસ્ટ, 5ની ધરપકડ, તેમની પાસે 8 બોમ્બ મળી આવ્યા: પંજાબ પોલીસનો દાવો – તેમનો હેતુ શાંતિ ડહોળવાનો હતો

પોલીસનો દાવો- કેસ ઉકેલાઈ ગયો, હેતુ- શાંતિ ડહોળવાનો હતો
ડીજીપી ગૌરવ યાદવે બુધવારે કહ્યું કે અમૃતસરમાં ઓછી તીવ્રતાના બ્લાસ્ટનો મામલો ઉકેલાઈ ગયો છે. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમનો હેતુ માત્ર અશાંતિ ફેલાવવાનો હતો. તેઓએ વિસ્ફોટો માટે ફટાકડા ગનપાઉડરનો ઉપયોગ કર્યો હતો.

પોલીસને ઘટનાસ્થળેથી એક પત્ર મળ્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને ઘટનાસ્થળેથી એક પત્ર પણ મળ્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે, આ પત્રમાં શું લખ્યું છે અને તે વિસ્ફોટ સાથે સંબંધિત છે કે કેમ તે અંગે પોલીસ અધિકારીઓએ કંઈ કહ્યું નથી. પંજાબના ડીજીપી ગૌરવ યાદવ સવારે 11 વાગ્યે અમૃતસરમાં આ અંગે માહિતી આપશે.

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના મહાસચિવ ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું કે પોલીસ વિસ્ફોટોને ગંભીરતાથી લઈ રહી નથી. એવું લાગે છે કે સરકાર આવી પરિસ્થિતિઓને સંભાળવામાં સક્ષમ નથી. શીખોના સૌથી મોટા મંદિરમાં વારંવાર થયેલા વિસ્ફોટો ઘણા પ્રશ્નો અને ચિંતાઓ થઈ રહી છે. વિસ્ફોટોના કારણે દરબાર સાહિબમાં આવતા લોકો ભયભીત છે.

આ ઘટનાને નજરેજોનાર કાલકાના રહેવાસી સ્વર્ણ બાઝ સિંહે જણાવ્યું કે તે શ્રી ગુરુ રામદાસજી સરાઈમાં રાત રોકાયા હતા. પહેલા બધું સામાન્ય હતું. ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. મેં ઘડિયાળ જોઈ તો રાતના 12.10 વાગ્યા હતા. પોલીસ સવારે 4.30-પાંચ વાગ્યાની આસપાસ પહોંચી હતી. રૂમ નંબર 225માંથી એક છોકરા અને એક છોકરીને પૂછપરછ બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. બાદમાં તેમની પાસેથી બોમ્બ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રે થયેલા બ્લાસ્ટ બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સેવાદારે બધાને શાંત રહેવા કહ્યું હતું. બધાને લાગ્યું કે કંઈક ભારે ચીજ પડી ગઈ છે. પછી બધા સૂઈ ગયા. સવારે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રથમ બ્લાસ્ટ 6 મે: 6 લોકો ઘાયલ
પહેલો વિસ્ફોટ હેરિટેજ સ્ટ્રીટ પર 6 મેના રોજ મધરાતે લગભગ 12 વાગ્યે થયો હતો. જેના કારણે સારાગઢી પાર્કિંગમાં બારીઓના કાચ તૂટીને ચારે તરફ ફેલાઈ ગયા હતા. જ્યારે 5 થી 6 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.

બીજો વિસ્ફોટ 8 મે: કોલ્ડ ડ્રિંકના ટીનમાં બોમ્બ મૂકવામાં આવ્યો
બીજો વિસ્ફોટ 8 મેના રોજ સવારે 6.30 વાગ્યે સુવર્ણ મંદિરથી 800 મીટર દૂર હેરિટેજ સ્ટ્રીટ પર થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બોમ્બ ઠંડા પીણાના ટીનમાં મૂકીને લટકાવવામાં આવ્યો હતો. આમાં કોઈને નુકસાન થયું નથી.


Spread the love

Related posts

જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે થયો ગોળીબાર, 6 લોકોના મોત, 6 લોકો ઘાયલ

Team News Updates

હૈદરાબાદમાં આજે પ્રિયંકા ગાંધીની જાહેર સભા:યુવા મેનિફેસ્ટો જાહેર કરશે; રોજગાર અને બેરોજગારી ભથ્થું આપવા જેવા વચનો આપી શકે છે

Team News Updates

અટારી-વાઘા બોર્ડરથી જૈનાચાર્ય પાક. ગયા:આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે પગપાળા પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો, કહ્યું: તમારો અવાજ બનીને જઇ રહ્યો છું

Team News Updates