News Updates
NATIONAL

સરકારી કર્મચારીઓ આનંદો:ગુજરાતના પાંચ લાખ કર્મચારીઓને મળશે આઠ ટકા મોંઘવારી ભથ્થું, સરકાર ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત

Spread the love

ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળશે. રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે આઠ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવી શકે છે. ગત વર્ષની માફક ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સરકાર જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.

4 ટકાનો વધારો કરી 42 ટકા આપવા માગ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મંત્રી ગોપાલ પંડ્યાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાણામંત્રીને કર્મચારીઓને જુલાઇ 2022થી જે 34 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, તેમાં 4 ટકાનો વધારો કરી 38 ટકા આપવામાં આવે છે. જાન્યુઆરી 2023થી જે 38 ટકા આપવામાં આવે છે તેમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા કરી આપવામાં આવે.

કર્મચારીઓમાં નારાજગી સાથે અસંતોષ
હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવે છે તેમાં રાજ્યના કર્મચારીઓને 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી સાથે અસંતોષની લાગણી જોવા મળી છે. રાજ્ય સરકાર સત્વરે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે તેવી કર્મચારીઓની માંગણી છે.

મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું એવું નાણું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.

મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે, ફોર્મ્યુલા છે [(છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો તેની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાંની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100


Spread the love

Related posts

40 લાખ રોકડ, 2 કિલો સોનું, 60 બ્રાન્ડેડ વોચ…:તેલંગાણામાં અધિકારી પાસેથી 100 કરોડની સંપત્તિ મળી, રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું

Team News Updates

10 રૂપિયાની નોટ 6.90 લાખમાં વેચાઈ…

Team News Updates

ઈન્ડિગો ફ્લાઈટમાં સેન્ડવીચની અંદરથી સ્ક્રૂ મળ્યો:બેંગલુરુથી ચેન્નાઈ જતા પેસેન્જરનો દાવો – એરલાઈન્સે માફી માંગવાનો ઈન્કાર કર્યો

Team News Updates