News Updates
NATIONAL

ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસ, ડીવાયએસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

Spread the love

ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદને લઈ અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી શકે તેમ છે.

ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસને લઈ પોલીસ એક્શનમાં આવી છે. ગાંધીનગર ડીવાયએસપી દ્વારા આ કેસને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનુ છે કે આ કેસમાં હજારો પાનાનાં દસ્તાવેજો કબજે કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ તપાસમાં રેવન્યુ જાણકારોની પણ મદદ લઈ શકે છે તેવું પણ સામે આવ્યું છે. સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલામાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા, તત્કાલીન ચિટનિશ અને RAC વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી શકે છે. પોલીસ તપાસમાં જે તે સમયના અધિકારીઓ સામે પણ થઈ શકે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.


Spread the love

Related posts

Google એ Doodle વડે મતદાન કરવા કરી અપીલ,ગૂગલ જોડાયું લોકસભા ચૂંટણીના જાગૃતિ અભિયાનમાં

Team News Updates

1000 કરોડને પાર થઈ વિરાટ કોહલીની નેટવર્થ, 1 ઇન્સ્ટા પોસ્ટના 9 કરોડ, એડવર્ટાઇઝની અધધ આવક

Team News Updates

અનુજ પટેલની તબિયતમાં સુધારો:ભુપેન્દ્ર પટેલના દિકરો કોમામાંથી બહાર, વેન્ટિલેટર સપોર્ટ હટાવ્યો; આજે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાશે

Team News Updates