News Updates
GUJARAT

ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ:પાલનપુરના ગઢ ખાતે 62મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, જિલ્લાકક્ષાની ટુનામેન્ટમાં વિવિધ નવ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાશે

Spread the love

પાલનપુર તાલુકાના ગઢ ગામે બનાસકાંઠા જિલ્લાની 62 મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવા માં આવ્યો છે જેમાં ભાઈઓ તેમજ બહેનોની જુદી જુદી નવ ટીમો વચ્ચે ફૂટબોલ સ્પર્ધા યોજાશે જેમાં વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામા ફૂટબોલના ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં માટે દર વર્ષે સુબ્રતો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ વિમળા વિદ્યાલયના કેમ્પસમાં 62 મી સુબ્રતો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જોકે આ ફૂટબોલ ટુનામેન્ટમાં જીલ્લાની વિવિધ અંડર 14 ભાઈઓની ત્રણ, અંડર 17 ભાઈઓની ત્રણ અને અંડર 17 બહેનોની ત્રણ મળી કુલ નવ ટીમો વચ્ચે સ્પર્ધા નું આયોજન કરાયું છે જેમાં ગઢ સરપંચ ગીતાબેન બેચરભાઈ ભુટકા , જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ કેમ્પસ નિયામક પ્રવિણભાઈ જોષી, જી.કે.ભાટી, આંતરરાષ્ટ્રીય રેફરી આકાશભાઈ મહેતા સહિત અગ્રણીઓ એ આ પ્રસંગે ઉપસ્થિત રહી ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.


Spread the love

Related posts

Bahucharaji: મોટા ભાગનો સામાન બળીને ખાખ,ભંગારના ગોડાઉનમાં લાગી આગ બહુચરાજીમાં 

Team News Updates

અરવલ્લી LCB એ ગેરકાયદેસર હેરાફેરી કરાતો તમાકુનો વિશાળ જથ્થો ઝડપ્યો, ટેક્સ ચોરીનુ મોટુ રેકેટ હોવાની આશંકા

Team News Updates

 નવા પાણી નહીં આવતા ચિંતા ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં, ધરોઈ, સીપુ અને દાંતીવાડા

Team News Updates