News Updates
NATIONAL

જો તમે લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માંગતા હોય તો આ સ્થળોની લઈ શકો છો મુલાકાત

Spread the love

જો તમને લોન્ગ વીકેન્ડમાં મળતો હોય તો તેને વ્યર્થ ન જવા દો. લોકો લાંબી રજાઓમાં ફરવા જવાનું આયોજન કરે છે અને ઘણી બધી જગ્યાઓ પર ભીડ પણ જોવા મળતી હોય છે. રજાઓ દરમિયાન તમે ભીડભાડથી દૂર આ શાંત સ્થળોની મુલાકાત લઈ શકો છો.

તમને જ્યારે પણ લોન્ગ વીકેન્ડ મળતો હોય તો તેને વ્યર્થ ન જવા દો. લોકો લાંબી રજાઓમાં ફરવા જવાનું આયોજન કરે છે અને ઘણી બધી જગ્યાઓ પર ભીડ પણ જોવા મળતી હોય છે. રજાઓ દરમિયાન તમે ભીડભાડથી દૂર આ શાંત સ્થળોની મુલાકાત લઈ શકો છો.

કનાતાલ: ઉત્તરાખંડને ભારતમાં હિલ સ્ટેશનોનો ગઢ માનવામાં આવે છે. આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જે બહું ફેમસ નથી, પરંતુ ફરવા જવા માટે બેસ્ટ પ્લેસ છે. તેમાંથી એક કનાતાલ છે. તમે દિલ્હીથી ઋષિકેશ અને પછી અહીંથી કેબ લઈને કનાતાલ પહોંચી શકો છો.

નરોરા પાવર પ્લાન્ટ, બુલંદશહર: નોઈડાથી થોડે જ કિલોમીટર દૂર આવેલ નરોરા પાવર પ્લાન્ટ આજકાલ કોઈ પર્યટન સ્થળથી ઓછું નથી. ગંગાના કિનારે સ્થિત આ સ્થાન પર શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળે છે.

માઉન્ટ આબુ: રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ એ એવા સ્થળોમાંથી એક છે જ્યાં ઘણા આકર્ષક પર્યટન સ્થળો છે. દિલ્હીથી ટ્રેન દ્વારા માઉન્ટ આબુ પહોંચી શકાય છે. અહીં સ્કૂટર બુક કરાવીને જુદા-જુદા સ્થળોએ ફરવાની એક અલગ જ મજા છે.

ડેલહાઉસી: વરસાદની મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે, તેથી તમે હિમાચલના ચંબા જિલ્લામાં સ્થિત એક સુંદર સ્થળ ડેલહાઉસી પણ જઈ શકો છો. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળે શાંતિનો અનુભવ થાય છે.


Spread the love

Related posts

Jammu Kashmir:સ્કૂલનાં વિદ્યાર્થીઓ સહિત બોર્ડમાં 11 લોકો હતા, 7ને બચાવ્યા,4નાં મોત ;શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી

Team News Updates

મોદીએ સાગરમાં સંત રવિદાસ મંદિર-સ્મારકનો પાયો નાખ્યો:100 કરોડમાં બનશે; PMએ કહ્યું- રવિદાસે કહ્યું હતું કે પરાધીનતા એ સૌથી મોટું પાપ છે

Team News Updates

રાહુલના રીઅર-વ્યૂ મિરર સ્ટેટમેન્ટ પર ધનખડનો કટાક્ષ:ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- પાછળના અરીસામાં પણ જોવું જરૂરી, તેમાં દેશને કલંકિત કરનારાઓ દેખાય છે

Team News Updates