News Updates
GUJARAT

તુલસીના છોડ પણ અનેક પ્રકારના હોય છે, ઘરમાં કયા પ્રકારની તુલસી વાવવી જોઇએ?

Spread the love

તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ઘરના આંગણામાં તુલસી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી રહે છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે તુલસી માત્ર એક પ્રકારની હોતી નથી, ત્યારે ઘરમાં કયા પ્રકારની તુલસી વાવવી જોઇએ.

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી રહે છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો વધુ ઉપયોગ થાય છે. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે તુલસી માત્ર એક પ્રકારની હોતી નથી. સામાન્ય રીતે રામ અને શ્યામ તુલસી મોટાભાગે ઘરમાં જોવા મળે છે.તુલસીના સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદા છે.

શ્વેત તુલસી : તુલસીના કુલ 5 પ્રકાર છે. જેમાંથી એક પ્રકાર શ્વેત તુલસી છે. શ્વેત તુલસીને વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તુલસીના ફૂલ સફેદ રંગના હોય છે. આ કારણથી તેને સફેદ તુલસી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુની પૂજામાં થાય છે.

રામ તુલસી: રામ તુલસીના પાંદડા લીલા રંગના હોય છે. ઉપરાંત આ તુલસી ભગવાન રામને ખૂબ જ પ્રિય હતી, તેથી તેને રામ તુલસી તરીકે ઓળખવામાં આવે છે. રામ તુલસીના પાન મીઠા હોય છે. આ તુલસીને ઘરમાં લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેને ઘરમાં લગાવવાથી પ્રગતિ થાય છે.

વન તુલસી : વન તુલસીને જંગલી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાતના છોડની ઊંચાઈ 60 થી 90 સેન્ટિમીટર છે. તેના છોડમાં ફૂલો સફેદ, ગુલાબી અથવા જાંબલી રંગના અને સુગંધિત હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ છોડને ઘરમાં લગાવવાની મનાઈ છે.

શ્યામ તુલસી: શ્યામ તુલસીના પાંદડા ઘેરા જાંબલી રંગના હોય છે. તેથી તે શ્યામા તુલસી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે તુલસીનો રંગ કાળો હોવાથી તે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તેને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે.

લેમન (લીંબુ) તુલસી: લીંબુ તુલસીના છોડના પાંદડા લીંબુના ઝાડના પાન જેવા હોય છે. તેને પ્રહલદા તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે.તેની સુગંધ પણ લીંબુ જેવી હોય છે.આ તુલસીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે.

આમ તો સનાતન ધર્મમાં રામ તુલસી અને શ્યામા તુલસીને શુભ માનવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રામ તુલસીનું વાવેતર કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. રામ તુલસી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે.


Spread the love

Related posts

પ્યાસીઓ તરસ્યા રહેશે!!: શાપર પોલીસે 20,000 દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યુ

Team News Updates

Metabolismને ઝડપી બનાવવા માંગો છો તો આ મસાલા આજે જ ખાવાનું શરુ કરો, વજન ઘટાડવામાં મદદ કરશે

Team News Updates

ભવ્ય ઉજવણી હનુમાન જયંતીની સાળંગપુરમાં:બપોરે 1 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ દાદાનાં દર્શને પધારશે,250 કિલોની કેક કાપી દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરાયો

Team News Updates