ધ્રુવ જુરેલને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું છે પરંતુ અહિ સુધી પહોંચવાની તેની સફળ સરળ રહી નથી. ધ્રુવ ઝુરેલના બેટ માટે પિતાએ પૈસા ઉધાર લીધી હતા તો માતાએ સોનાની ચેન પણ વેચી હતી.
ઈગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી 5 મેચની ટેસ્ટ સીરિઝની શરુઆત થઈ ચૂકી છે. આજે ત્રીજી મેચ રાજકોટમાં રમાશે. રાજકોટમાં સરફરાજ ખાન અને ધ્રુવ જુરેલનું નામ સામેલ છે,ધ્રુવ જુરેલ 321મો ખેલાડી તરીકે ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે.
આજે આપણે ધ્રુવનુ સફળતાની સ્ટોરી જાણીશું. સાધારણ પરિવારમાંથી આવનાર ધ્રુવે મહેનત અને તેના ધ્યેયને સફળ કરી પોતાની નામ ક્રિકેટમાં કમાયું છે.
22 વર્ષના ધ્રુવનો જન્મ 21 જાન્યુઆરી 2001ના રોજ આગ્રા, યુપીમાં થયો હતો. તે 2020 અંડર-19 વર્લ્ડ કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે.આજે રાજકોટમાં કેવું પ્રદર્શન કરે તે જોવાનું રહેશે.
ધ્રુવ જુરેલના પિતા નેમ સિંહ જુરેલ કારગિલ યુદ્ધમાં પોતાની તાકાત દેખાડી ચૂક્યા છે. ધ્રવ પોતાના પિતા નેમ સિંહની જેમ આર્મીમાં જવા માંગતો હતો. પરંતુ તેમણે ગલી ક્રિકેટ રમવાનું શરુ કર્યું અને તે ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું
એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, બેટ માટે એટલી જીદ કરી કે તેના પરિવારને જ બ્લેકમેલ કરી લીધો હતો. ધ્રુવ બાથરુમમાં બંધ થઈ અને પરિવારને ધમકી આપી કે, જો તેમને ક્રિકેટ કીટ નહિ મળે તો તે બહાર નહિ આવે. એક ઈન્ટરવ્યુંમાં ધ્રુવે કહ્યું કે, પરિવારને બ્લેકમેલ કરવાનો અફસોસ થાય છે.
ધ્રુવનું ક્રિકેટ કરિયર સરળ રહ્યું નથી. બેટ ખરીદવા માટે તેના પિતાએ પૈસા ઉધાર લેવા પડ્યા હતા.ધ્રુવને માતાએ પણ દિકરાને ક્રિકેટ કીટ આપવા માટે સોનાની ચેન વેચી હતી. 22 વર્ષીય ધ્રુવએ ડિસેમ્બર મહિનામાં ભારત એ તરફથી સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ 2 મેચ રમી હતી.